ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મનો એક ખૂબ જ વિશિષ્ટ ગ્રંથ છે જે ભગવાન વિષ્ણુની ભક્તિ અને જ્ઞાન પર આધારિત છે. તેમાં મૃત્યુ અને તેના પછીના પરિણામોનું વર્ણન કરવામાં આવેલું છે. ગરુડ પુરાણમાં વ્યક્તિના અલગ- અલગ કર્મો માટે અલગ-અલગ સજાઓ નક્કી કરવામાં આવેલી છે.
આ સાથે એ પણ કહેવામાં આવેલું છે કે કયા કર્મોના આધારે વ્યક્તિની આત્માનો જન્મ થાય છે અને કયા કર્મોના આધારે વ્યક્તિને નરકની સજા ભોગવવી પડે છે. ચાલો તમને જણાવીએ કે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માનું શું થાય છે.
આ ભાવનાઓ આત્મામાં રહે છેઃ ગરુડ પુરાણમાં લગભગ ૮૪ લાખ યોનિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં જંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો અને મનુષ્ય વગેરેની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિના મૃત્યુ પછી આત્મા શરીર છોડી દે છે ત્યારે તેનામાં ભૂખ, તરસ, ક્રોધ, દ્વેષ અને વાસના જેવી ભાવનાઓ રહે છે.
થાય છે યમરાજનો સામનો: ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી માનવ આત્મા મૃત્યુના દેવતા યમરાજ પાસે જાય છે. પછી યમલોકમાં યમરાજ વ્યક્તિના કાર્યોના આધારે ન્યાય કરે છે. ખરાબ કર્મો કરનારની આત્માને નરકની યાતનાઓ ભોગવવી પડે છે.
ગરુડ પુરાણમાં વ્યક્તિના અલગ- અલગ કર્મો અનુસાર અલગ-અલગ દંડ નક્કી કરવામાં આવેલા છે. પછી વ્યક્તિના કર્મોના આધારે નક્કી થાય છે કે આત્મા તેનો આગલો જન્મ કયા જીવનમાં લેશે.
પ્રેત જીવન ક્યારે મળે છેઃ ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિ પોતાનો આગલો જન્મ કઈ યોનિમાં લેશે, તે તેના દ્વારા કરવામાં આવેલા કર્મો પરથી જ નક્કી થાય છે. જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તેનો આત્મા મૃત્યુલોકમાં અર્થાત્ પૃથ્વી પર કોઈને કોઈ સ્વરૂપે જન્મ લેતો રહે છે અને ત્યાં જ ભટકતો રહે છે.
બીજી તરફ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ કુદરતી રીતે નહીં પરંતુ અકસ્માત, હત્યા કે આત્મહત્યા વગેરે જેવા કારણોથી અકાળે મૃત્યુ થાય છે, તો તેવા વ્યક્તિની આત્મા પ્રેત યોનિમાં જતી રહે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)