આવતા જન્મમાં શું બનશો તમે? આ આઠ વાતમાં છુપાયેલું છે રહસ્ય

ગીતામાં કહેવામાં આવ્યું છે કે આત્મા અમર છે. જેમ વ્યક્તિ પોતાના વસ્ત્રો બદલે છે તેમ આત્મા પણ શરીર બદલે છે. ગરુડ પુરાણમાં માણસના કર્મના લેખાજોખા જણાવવામાં આવેલા છે, જેનાથી માણસના પાપ અને પુણ્ય નક્કી થાય છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિ તેના કર્મના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ કરે છે. ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કર્મના આધારે વ્યક્તિ આવતા જન્મમાં કોઈને કોઈ સ્વરૂપમાં જન્મ લે છે. ચાલો તમને જણાવીએ કે તમને ગુરુ પુરાણ શું કહે છે.

આ રીતે નક્કી થાય છે આગલો જન્મ: સ્ત્રીઓનું શોષણ કરનાર: જેઓ સ્ત્રીઓનું શોષણ કરે છે કે કરાવે છે, તેઓ પછીના જન્મમાં ભયંકર રોગોનો ભોગ બને છે. બીજી તરફ અપ્રાકૃતિક સંબંધ ધરાવનાર વ્યક્તિ પછીના જન્મમાં નપુંસક બને છે, ગુરુ પત્ની સાથે દુરાચાર કરનારો કુષ્ઠ રોગી બને છે.

દગો આપનારો: ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ છળ, કપટ અને દગો આપે છે તે પછીના જન્મમાં ઘુવડ બની જાય છે. તો જે ખોટી જુબાની આપે છે તે બીજા જન્મમાં આંધળો જન્મ લે છે.

હિંસા કરનાર: ગરુડ પુરાણ મુજબ, જે વ્યક્તિ હિંસા કરીને પરિવારનું પાલન પોષણ કરે છે, જેમ કે લૂંટ, પ્રાણીઓને ત્રાસ આપવો અથવા શિકાર રમવા, તે પછીના જન્મમાં કસાઈના હાથે ચડનાર બકરો બની જાય છે.

પરિવારને પ્રતાડિત કરનાર: માતા- પિતા કે ભાઈ- બહેનને હેરાન કરનાર વ્યક્તિને આગલો જન્મ મળે છે પરંતુ તે પૃથ્વી પર નથી આવી શકતા કારણ કે તે ગર્ભમાં જ મૃત્યુ પામી જાય છે.

ગુરુનું અપમાન કરનાર: ગુરુનું અપમાન કરવું એટલે ભગવાનનું અપમાન કરવું. તેમ કરવું એ નરકના દરવાજા ખોલવા જેવું હોય છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે શિષ્ય ગુરુ સાથે દુર્વ્યવહાર કરે છે તે આગલા જન્મમાં જળરહિત જંગલમાં બ્રહ્મરાક્ષસ બની જાય છે.

પુરુષનું સ્ત્રી જેવો વ્યવહાર: જો કોઈ પુરુષ મહિલાઓવાળું આચરણ કરે છે, મહિલાઓવાળી આદતો સ્વભાવમાં લાવે છે તો તેવા પુરુષોને આગામી જન્મમાં સ્ત્રીનું સ્વરૂપ મળે છે.

મૃત્યુ સમયે ભગવાનનું નામ: મૃત્યુ સમયે જો વ્યક્તિ ભગવાનનું નામ લે છે, તો તે મોક્ષના માર્ગ પર અગ્રેસર થઇ જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે રામનું નામ લેવું જોઈએ.

ખૂનીઃ સ્ત્રીની હત્યા કરનાર, ગર્ભપાત કરાવનાર કે ગર્ભપાત કરાવનાર અતિ રોગી, ગાયની હત્યા કરનાર મૂર્ખ, આ બંને નરકની યાતનાઓ ભોગવીને બીજા જન્મમાં ચાંડાલ યોનીમાં જ જન્મ લે છે.