કઈ ઉંમરે થશે તમારું ભાગ્યોદય, ક્યારે ચમકશે કિસ્મત? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

દરેક જ્યોતિષના માધ્યમથી અથવા અન્ય કોઈ માધ્યમથી જાણવા ઈચ્છે છે કે તેમની કિસ્મતનું ભાગ્યોદય ક્યારે થશે? તેમની કિસ્મત ક્યારે ચમકશે અથવા તેમનો ખરાબ સમય ક્યારે દૂર થશે? દરેક જાણવા ઇચ્છે કે તેમના જીવનનો આર્થિક સંકટ ક્યારે દૂર થશે અને ઘણી વાર લોકો અસફળતાને ફૂટી કિસ્મત સાથે જોડીને દેખે છે. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે તેના વિશે

જ્યોતિષ શાસ્ત્રમાં એક પ્રાચીન પુસ્તક ભૃગુ સંહિતા અનુસાર વ્યક્તિ તેના જીવનનું ભાગ્યોદય જાણી શકે છે. જ્યોતિષ અનુસાર કુંડળીનો પ્રથમ ભાવ જ આપણા જીવનની દશા અને દિશા નિર્ધારિત કરે છે. પ્રથમ ભાવને લગ્ન ભાવ કહેવામાં આવે છે.

મેષ: મેષ લગ્ન જાતકોનું ૧૬ વર્ષની ઉંમરે ભાગ્યોદય થાય છે. જો કોઈ કારણસર ૧૬ વર્ષની ઉંમરે ભાગ્યોદય થતું નથી તો ૨૨ વર્ષ, ૨૮ વર્ષ, ૩૨ વર્ષ અને ૩૬ વર્ષમાં ભાગ્યોદયની પ્રબળ શક્યતાઓ હોય છે.

વૃષભ: જે જાતકોની વૃષભ લગ્ન કુંડળી હોય છે તેમનું ભાગ્યોદય ૨૫ વર્ષની ઉંમરે થાય છે. જો કોઈ કારણસર ૨૫ વર્ષની ઉંમરે ભાગ્યોદય થતું નથી તો ૨૮ વર્ષ, ૩૬ વર્ષ અને ૪૨ વર્ષે પણ સૌભાગ્યશાળી થાય છે.

મિથુન: જો તમારો મિથુન લગ્ન છે તો તમારું તો ભાગ્યોદય ૨૨ વર્ષની ઉંમરે થાય છે, વધુમાં વધુ ૪૨ વર્ષની ઉંમર સુધી ભાગ્યોદય થાય છે. તેની વચ્ચે સૌભાગ્યશાળી ઉંમર છે ૩૨ વર્ષ, ૩૩ વર્ષ અને ૩૬ વર્ષ.

કર્ક: જો કોઈ વ્યક્તિની કુંડળી કર્ક લગ્નની છે તો તે જાતકનું ભાગ્ય ૧૬ વર્ષની ઉંમરે ચમકવા લાગે છે. તેના સિવાય ૨૨ વર્ષથી લઈને ૨૫ વર્ષની ઉંમર ભાગ્યશાળી માનવામા આવે છે. ત્યાર પછી ૨૮ વર્ષ અથવા ૩૨ વર્ષની ઉંમર પણ ભાગ્યશાળી માનવામા આવે છે.

સિંહ: સિંહ લગ્નવાળા જાતકોનું ભાગ્ય ૧૬ વર્ષની ઉંમરે જ ચમકવા લાગે છે. ત્યાર પછી ૨૨ વર્ષ, ૨૪ વર્ષ, ૨૬ વર્ષ અથવા પછી ૨૮ વર્ષની ઉંમરે ભાગ્યોદય થાય છે.

કન્યા: કન્યા લગ્નના જાતકોનું ભાગ્યોદય ૧૬ વર્ષની ઉંમરે જ થઈ જાય છે. જો કોઈ કારણસર ના થયું તો ૨૨ વર્ષ, ૨૫ વર્ષ, ૩૨ વર્ષ, ૩૩ વર્ષ, ૩૫ વર્ષ અથવા ૩૬ વર્ષની ઉંમરે થઈ જાય છે.

તુલા: આ લગ્નની કુંડલીમાં ભાગ્યોદય ૨૪ વર્ષની ઉંમરે થાય છે પરંતુ જો કોઈ કારણસર ના થયું તો ૨૫ વર્ષની ઉંમરે સંકેત પ્રાપ્ત થાય છે. તેમના માટે ૩૨ વર્ષ, ૩૩ વર્ષ, ૩૫ વર્ષ શુભ હોય છે.

વૃશ્ચિક: આ લગ્નના લોકોનું ભાગ્યોદય પણ મોડા થાય છે. ૨૨ વર્ષની ઉંમરે સંકેત તો મળે છે પરંતુ ૨૪ વર્ષની ઉંમર પછી જ તેમને ભાગ્યનો સાથ મળે છે. ત્યાર પછી ૨૮ વર્ષ અથવા ૩૨ વર્ષની ઉંમરે ભાગ્યોદય થવાની શક્યતાઓ હોય છે.

ધન: જન્મ કુંડળીમાં ધન લગ્નઃ છે તો ૧૬ વર્ષની ઉંમરે ભાગ્યોદય થાય છે. ત્યાર પછી ૨૨ વર્ષ અથવા ૩૨ વર્ષની ઉંમરે ભાગ્યોદય થાય છે.

મકર: મકર લગ્નના જાતકોનું ભાગ્યોદય ૨૫ વર્ષની ઉંમરે પ્રારંભ થાય છે, ત્યાર પછી ૩૩ વર્ષ, ૩૫ વર્ષ અથવા પછી ૩૬ વર્ષની ઉંમર તેમના માટે સારી શક્યતા લાવે છે.

કુંભ: જે લોકોની કુંડળીમાં કુંભ લગ્ન હોય છે તેમનું ભાગ્ય થોડુક મોડા થાય છે. તેમનું ભાગ્યોદય ૨૫ વર્ષની ઉંમરે ખૂલે છે, ત્યાર પછી ૨૮ વર્ષ, ૩૬ વર્ષ અથવા ૪૨ વર્ષની ઉંમરે ભાગ્યોદય થવાની શકયતાઓ છે.

મીન: આ લગ્ન જાતકોનું ભાગ્યોદય ૧૬ વર્ષની ઉંમરે થાય છે. ત્યાર પછી ૨૨ વર્ષ, ૨૮ વર્ષ અથવા પછી ૨૨ વર્ષની ઉંમર તેમના માટે ભાગ્યશાળી સાબિત થાય છે.