Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
કોણ હતો એ બળવાન, જેની સાથે યુદ્ધમાં હારી ગયેલા પવનપુત્ર હનુમાન..!! જાણો - Gujarat Beat

કોણ હતો એ બળવાન, જેની સાથે યુદ્ધમાં હારી ગયેલા પવનપુત્ર હનુમાન..!! જાણો

આ કહાની દ્વારા આજે તમને મહાબલી હનુમાન સાથે જોડાયેલી એક પૌરાણિક કથા અંગે જણાવવા જઈ રહ્યા છીએ. આપણા ધર્મ ગ્રંથો અનુસાર પવનપુત્ર હનુમાનને સૌથી શક્તિશાળી યોદ્ધા માનવામાં આવ્યા છે. પૌરાણિક કથાઓ અનુસાર અંજની પુત્ર હનુમાને પોતાના સંપૂર્ણ જીવનકાળમાં એક યોદ્ધા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તો આવો જાણીએ કે હનુમાનજીના આ એકમાત્ર પરાજયની કથા વિશે.

કથા અનુસાર એકવાર મછીન્દ્રનાથ જી રામેશ્વરમમાં આવે છે. ત્યાં શ્રી રામ દ્વારા નિર્મિત રામસેતુ જોઇને ખુબજ પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થઈને સમુદ્રમાં સ્નાન કરવા લાગે છે. રામ ભક્ત હનુમાન ત્યાં એક વૃદ્ધ વાનરના રૂપમાં પહેલાથી હાજર હોય છે. તેમની નજર મછીન્દ્રનાથ પર પડે છે.

હનુમાનજી જાણતા રહે છે કે મછીન્દ્રનાથજી એક સિદ્ધ યોગી છે. પછી પણ હનુમાનજી મછીન્દ્રનાથની શક્તિની પરીક્ષા લેવાનું વિચારે છે અને પોતાની શક્તિથી જોરદાર વરસાદ કરાવવા લાગે છે. જોરદાર વરસાદનો પણ મછીન્દ્રનાથ પર કોઈ પ્રભાવ ના થતો જોઈ મછીન્દ્રનાથને ક્રોધિત કરવા માટે હનુમાનજી વરસાદથી બચવા માટે એક પહાડ પર પ્રહાર કરવા લાગે છે.

હનુમાનજી રૂપી વૃદ્ધ વાનરને પહાડ પર પ્રહાર કરતો જોઇને મછીન્દ્રનાથ કહે છે કે તું આ શું કરી રહ્યો છે, અહી શું બનાવી રહ્યો છે? શું તને ખબર નથી કે જયારે તરસ લાગે છે ત્યારે કુવો ના ખોદાય. તારે પોતાના ઘરની પહેલેથી જ વ્યવસ્થા કરી લેવી જોઈતી હતી. મછીન્દ્રનાથની વાત સાંભળીને હનુમાનજી કહે છે કે તમે કોણ છો તેના પર મછીન્દ્રનાથ જી જવાબ આપે છે કે હું એક સિદ્ધ પુરુષ છું અને મને મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત છે.

તેમની આ વાત સાંભળીને હનુમાનજી કહે છે કે હનુમાનજીથી શ્રેષ્ઠ અને બળવાન યોદ્ધા આ સમગ્ર સંસારમાં કોઇપણ નથી અને કેટલાક સમય સુધી મેં તેમની સેવા પણ કરી હતી તે જ કારણે તેમણે પ્રસન્ન થઈને પોતાની શક્તિનો કેટલોક હિસ્સો મને આપી દીધો હતો જો તમારી અંદર એટલી શક્તિ છે તો તમે મારી સાથે યુદ્ધ કરો અને મને યુદ્ધમાં પરાજીત કરો નહી તો સ્વયંને યોગી કહેવાનું છોડી દો. આ પ્રકારે મછીન્દ્રનાથ જી હનુમાનજીનો પડકાર સ્વીકારી લે છે.

પછી બન્નેની વચ્ચે યુદ્ધ શરુ થઇ જાય છે. યુદ્ધ શરુ થતા જ હનુમાનજી આકાશમાં ઉડવા લાગે છે અને મછીન્દ્રનાથની ઉપર પર્વતો ઉઠાવીને વાર કરવા લાગે છે. પર્વતોને પોતાની તરફ આવતા જોઇને મછીન્દ્રનાથ જી મંત્રોની શક્તિનો ઉપયોગ કરે છે અને દરેક પર્વતોને આકાશમાં જ સ્થિર કરી દે છે અને તે બધા પર્વતોને પોતાના મૂળ સ્થાન પર મોકલી દે છે.

આ બધું જોઇને હનુમાનજીને ક્રોધ આવી જાય છે અને ત્યાં રહેલા સૌથી મોટા પર્વતને પોતાના હાથમાં ઉઠાવીને મછીન્દ્રનાથજી ની તરફ ફેંકવા માટે આગળ વધે છે અને હનુમાનજીને એક મોટા પર્વતની સાથે આવતા જોઇને પોતાનો બચાવ કરતા હાથમાં જળ લઈને વાતાકર્ષણ મંત્રનો પ્રયોગ કરતા હનુમાનજીની ઉપર ફેંકી દે છે.

મંત્રની શક્તિથી હનુમાનજી આકાશમાં જ સ્થિર થઇ જાય છે અને તેમનું શરીર થોડું હલીચલી જાય છે. મછીન્દ્રનાથજીના મંત્રોના કારણે કેટલાક સમય માટે હનુમાનજીની બધી જ શક્તિઓ ખત્મ થઇ જાય છે. શક્તિઓ ખત્મ થઇ જવાના કારણે હનુમાનજી પર્વતનો ભાર સહન નથી કરી શકતા અને તેઓ પીડાથી તડપવા લાગે છે. આ બધું જોઇને હનુમાનજીના પિતા વાયુદેવ ડરી જાય છે અને જમીન પર આવીને મછીન્દ્રનાથજી જોડે હનુમાનજીને ક્ષમા કરવાની પ્રાર્થના કરે છે.

વાયુદેવની પ્રાર્થના પર મછીન્દ્રનાથજી હનુમાનજીને મુક્ત કરી દે છે. ત્યારે હનુમાનજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને મછીન્દ્રનાથ જી સામે હાથ જોડતા કહે છે કે હું જાણતો હતો કે તમે નારાયણનો અવતાર છો છતાંપણ મેં તમારી શક્તિઓની પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો, આ અપરાધ માટે તમે મને ક્ષમા કરી દો. આ સાંભળીને મછીન્દ્રનાથજી હનુમાનજીને ક્ષમા કરી દે છે. આ પ્રકારે હનુમાનજી અને મછીન્દ્રનાથનું ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થઇ જાય છે.