દરેક ઘરમાં ગરોળી ઘણી વાર જોવા મળે છે. તે આમથી તેમ ચાલતી રહે છે. ઘરના થોડા સભ્યો તેનાથી ભયભીત પણ થાય છે. જો કે આ એવું ઘરેલું જંતુ છે જેનાથી કોઈ નુકસાન નથી થતું. ઘરોમાં ગરોળીનું દેખાવું ધનની માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ગરોળી તમારા કોઈ અંગ ઉપર પડે તો તેના અલગ અલગ લાભ અને નુકસાન હોય છે.
ગરોળી જો કોઈ મહિલા ઉપર પડે છે તો આ શુભ અને અશુભ બંને હોઈ શકે છે. કોઈ મહિલા ઉપર ગરોળી પડવાની શુભતા અને અશુભતા તેના અંગ વિશેષ પર નિર્ભર કરે છે. શુકનશાસ્ત્ર અનુસાર મહિલાઓની ડાબી બાજુ ગરોળીનું પડવું શુભ સંકેત માનવામાં આવે છે અર્થાત ગરોળી જો મહિલાના ડાબા અંગ ઉપર પડે છે તો કોઈ શુભ ફળની પ્રાપ્તિ થશે પરંતુ આ ગરોળી જયારે મહિલાના જમણા અંગ ઉપર પડે છે તો તેનું પડવું અશુભ માનવામાં આવે છે.
શુકન શાસ્ત્ર અનુસાર મહિલાના માથાની ડાબી તરફ ગરોળી પડવાથી ટૂંકા ભવિષ્યમાં ધન લાભ થવાના યોગ બને છે. ગરોળી જયારે વાળ ઉપર પડે તો આ અશુભ સૂચક માનવામાં આવે છે. આ એ વાતનો સંકેત હોય છે કે આવતા સમયમાં તમને કોઈ અશુભ સમાચાર મળી શકે છે.
શાસ્ત્રો અનુસાર દિવાળીની રાતમાં ગરોળી ઘરમાં જોવા મળે તો ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ગરોળી લક્ષ્મીજીની પ્રતીક છે. એવું કહેવાય છે કે તેના આવવાથી ઘણા વર્ષો સુધી તે ઘર સુખ- સમૃદ્ધિ પ્રાપ્ત કરી લે છે. કહેવાય છે કે દિવાળીની રાતમાં ઘરમાં ગરોળી જોવા મળે તો આવતા પૂરા વર્ષ સુધી ક્યારેય પૈસાની અછત નહી પડે. ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે.
જ્યોતિષીઓનું માનવું છે કે ભોજન કરતા સમયે જો ગરોળીનો અવાજ સંભળાય તો તે શુભ સૂચક હોય છે. માન્યતા છે કે જલ્દી તમને કોઈ શુભ સમાચાર મળવાના છે અથવા કોઈ સુખદ પરિણામ આવવાનું છે. જ્યોતિષશાસ્ત્રીઓનું માનવું છે કે ગરોળી સમાગમ કરતા જોવા મળે તો સમજી જવું જોઈએ કે તમારો કોઈ જુનો મિત્ર મળવાનો છે.
ઘરમાં દેખાય ગરોળી તો કરો ટોટકા: માન્યતાઓ અનુસાર ઘરમાં જો ગરોળી જોવા મળે તો તરત જ ઘરના મંદિરમાં રાખેલા ચોખા અથવા ભગવાનની મૂર્તિની પાસે રાખેલા ચોખા ગરોળી ઉપર નાખી દેવા જોઈએ. ધ્યાન રાખો કે ચોખા નાખતી વખતે પોતાના મનમાં જે ઈચ્છાઓ છે તે મનમાં જ બોલો.
કહેવાય છે કે આવું કરવાથી મનની બધી ઈચ્છા પૂર્ણ થાય છે. ઘરમાં ધનથી જોડાયેલી બધી સમસ્યાઓ નષ્ટ થાય છે. ધન પ્રાપ્તિના અનેક માર્ગો વિસ્તૃત થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)