નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું આખું વર્ષ સારું રહે. આખું વર્ષ તેમના પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે. ભગવાનની કૃપાથી તેને જીવનમાં ઘણી પ્રગતિ મળે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે આવનારું ૨૦૨૩ નું વર્ષ ખુશીઓથી ભરેલું રહે.
તેવી સ્થિતિમાં લાલ કિતાબમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમ કરવાથી ઘરમાં સુખ- શાંતિની સાથે ધન- સમૃદ્ધિ પણ રહે છે. આવો જાણીએ નવા વર્ષના પહેલા દિવસે લેવાતા ઉપાયો વિશે.
નવા વર્ષ ૨૦૨૩ માટેના ઉપાયો – બજરંગબલીને ચઢાવો ચોલા: નવા વર્ષના પહેલા દિવસે ભગવાન હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાની સાથે બજરંગબલીને ચોલા ચઢાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચોલા વર્ષમાં ઓછામાં ઓછા બે વાર અર્પણ કરવા જોઈએ. તેમ કરવાથી પવનપુત્ર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને કૃપા જળવાઈ રહે છે.
નારિયેળનો આ ઉપાય છે ચમત્કારિકઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નારિયેળનો ઉપાય વ્યક્તિને બુરી નજરથી બચાવે છે. નવા વર્ષના પહેલા મંગળવાર, ગુરુવાર અથવા શનિવારે તમારા અને તમારા પરિવારના સભ્યો પર ૨૧ વખત નારિયેળ ઉતારી લો.
આ પછી તે નાળિયેરને પાણીથી વહાવી લો. તેવું દર મહિને અથવા વર્ષમાં એકવાર કરી શકાય છે. તેમ કરવાથી વ્યક્તિ ખરાબ નજરની સાથે રોગો અને દોષોથી મુક્તિ મેળવે છે.
કાળો સુરમો દૂર કરશે ડરઃ લાલ કિતાબ અનુસાર નવા વર્ષના પહેલા દિવસે અગિયાર વખત આંખોમાં કાળો સુરમ લગાવો. તેનાથી રોગ, દોષ અને ભયથી મુક્તિ મળે છે. આ સાથે વ્યક્તિની ગ્રહ સ્થિતિ પણ સુધરે છે.
ગરમ વસ્ત્રોનું દાન કરોઃ નવા વર્ષના પ્રથમ શનિવારે ગરીબ અને જરૂરિયાતમંદોને સફેદ કે બે પ્રકારના રંગના ધાબળાનું દાન કરો. આ ઉપરાંત સ્વેટર, શાલ વગેરેનું પણ દાન કરી શકો છો. તેમ કરવાથી ઘરમાં સુખ- શાંતિ રહે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)