લાલ કિતાબ જ્યોતિષ શાસ્ત્રનો એક ભાગ છે. તેને પહાડી વિદ્યા પણ કહેવામાં આવે છે. સાથે જ તેમાં કરિયર અને વ્યાપારમાં પ્રગતી મેળવવાના ઉપાયો પણ જણાવ્યા છે. લાલ કિતાબના ઉપાય ખુબ જ સરળ છે અને અસરકારક છે. સાથે જ લાલ કિતાબના ઉપાય કુંડળીના ગ્રહ દોષો દૂર કરે છે અને જીવનમાં પ્રગતી મેળવવાના નવા રસ્તા ખોલે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
ધન વૃદ્ધિ માટે કરો આ ઉપાય: જો વ્યાપારમાં તમને સફળતા ના મળી રહી હોય તો શુક્રવારની રાત્રે સાત કોડીઓની પૂજા કરો અને ત્યાર પછી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં અથવા ધન સ્થાન પર મૂકી દો. તેમ કરવાથી ધન આગમનના માર્ગ ખુલવાની માન્યતા છે. સાથે જ આ ઉપાય કરવાથી વ્યાપારમાં પ્રગતી પણ મળી શકે છે.
વ્યાપારમાં મળી શકે છે પ્રગતી: લાલ કિતાબ અનુસાર જો ધંધામાં સતત મંદી ચાલી રહી હોય તો એક શ્રીફળ લઈને તેને લાલ કપડામાં નળાસરીથી બાંધી દો. ત્યાર પછી શ્રીફળને તમારા રોમમાં કોઈ ખૂણામાં થોડી ઊંચાઈએ મૂકી દો.
જ્યારે ૪૩ દિવસ પૂરા થાય ત્યારે તેને નદીમાં પ્રવાહિત કરી દો પરંતુ તેમાં એક શરત છે કે શ્રીફળ પ્રવાહિત કરતી વખતે પાછળ વળીને ના જોવું. તેમ કરવાથી વ્યાપારમાં પ્રગતિ મળવાની માન્યતા છે. સાથે જ તમે માં લક્ષ્મીજીના આશીર્વાદ પણ મેળવી શકો છો.
કરિયરમાં પ્રગતી માટે કરો આ ઉપાય: કરિયરમાં પ્રગતિ માટે દરરોજ ગાયને રોટલી ખવડાવો. સાથે જ કીડીઓને ખાંડ ખવડાવો અને પક્ષીઓને અનાજ ખવડાવો. તેમ કરવાથી કરિયરમાં પ્રગતિ મળવાની માન્યતા છે. સાથે જ આ ઉપાય કરવાથી શનિ, રાહુ અને કેતુના પ્રકોપથી છુટકારો પણ મેળવી શકાય છે.
વ્યર્થના ખર્ચાઓ રોકી શકાય છે: લાલ કિતાબ અનુસાર જો તમારા પૈસાનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે અને પૈસા નથી ટકતા તો રાત્રે તમારા પલંગની બાજુમાં તાંબાના વાસણમાં લાલ ચંદન મિશ્રિત પાણી રાખો. ત્યાર પછી સવારે આ જળ તુલસીના છોડને ચઢાવો.
તેમ કરવાથી ઘરમાં પૈસા ટકશે. સાથે જ માનવામાં આવે છે કે વ્યર્થના ખર્ચાઓ રોકવાની માન્યતા છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)