ઘરમાં ગરોળી દેખાવી માનવામાં આવે છે શુભ કે અશુભ, પરિવાર પર પડે છે આવી અસર.. જાણો

જો ઘરમાં અચાનક ગરોળી દેખાય તો લોકો ડરીને ભાગવા લાગતા હોય છે કે પછી તેને ભગાડી દેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં આ જીવનું દેખાવું શુભ કે અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં ઘરમાં ગરોળી દેખાવાથી ધનલાભના સંકેત મળે છે પરંતુ જો તે ઘરના મંદિર દેખાય તો જ તે ધનના સંકેત આપે છે. ગરોળીનું દેખાવું ના માત્ર ધન લાભ જ સૂચવે છે, પરંતુ પરિવારના સભ્યો વચ્ચે સુમેળ જાળવવાનું કામ પણ કરે છે. આવો જાણીએ ક્યાં ગરોળી દેખાવી શુભ હોય છે અને ક્યાં અશુભ.

આ દિવસે દેખાવી હોય છે શુભઃ એવું માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે જો ઘરમાં ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે. વાસ્તવમાં ગરોળીને માં લક્ષ્મી સાથે જોડવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ઘરમાં ગરોળીનું આગમન કે દર્શન લક્ષ્મીજીના આગમનનો સંકેત આપતો હોય છે.

નવા ઘરમાં ગરોળીના દર્શન: એવું માનવામાં આવે છે કે જો કોઈના નવા ઘરમાં કે ઘરમાં પ્રવેશ કરતી વખતે ગરોળી દેખાય તો તે પૂર્વજ કે પિતાનું આગમન દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજો ગરોળીના રૂપમાં દેખાય છે અને તેમને આશીર્વાદ આપવા આવે છે. તો નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે મૃત ગરોળી અથવા માટીમાં દટાયેલી ગરોળી દેખાવી અશુભ સંકેતો આપે છે.

સ્વપ્નમાં ગરોળીના દર્શનઃ એવું કહેવાય છે કે ગરોળીને સ્વપ્નમાં લડતી જોવાથી મતભેદો દર્શાવે છે. બીજી બાજુ, સ્વપ્નમાં ગરોળીને પકડવાનો પ્રયાસ કરવો અને ગરોળીથી ડરીને ભાગવું એ એક સારો સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ શુભ સમાચાર મળવાના છે અને ધન પ્રાપ્તિ પણ થવાની છે.

ગરોળીને લડતી જોવીઃ જો ઘરમાં બે કે તેથી વધુ ગરોળી લડતી જોવા મળે તો તે અશુભ સંકેત હોય છે. તે ઘરના લોકોમાં વિસંવાદિતા દર્શાવે છે અને ઘરમાં લડાઈ- ઝઘડા થાય છે. જમીન પર દેખાતી ગરોળી: ઘરમાં ગરોળી જો જમીન પર ચાલતી કે આળોટતી જોવા મળે તો તે ભૂકંપ કે તોફાન જેવી કુદરતી ઘટનાનો સંકેત આપે છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.