હિન્દુ ધર્મમાં આવી ઘણી જૂની પરંપરાઓ છે, જે આજ સુધી ચાલી રહી છે. આ પરંપરામાં નખ કાપવાના દિવસનો પણ સમાવેશ થાય છે. ઘણીવાર આપણે સાંભળ્યું છે કે મંગળવાર અને ગુરુવારે વાળ અને નખ ના કાપવા જોઈએ. ચાલો જાણીએ તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો શું છે.
ધાર્મિક કારણો: તેની પાછળ ઘણા ધાર્મિક કારણો પણ છે. એવું માનવામાં આવે છે કે મંગળવાર, શનિવાર અને ગુરુવારે જો કોઈ વ્યક્તિ નખ કે વાળ કાપે છે તો ભગવાન કોપાયમાન થાય છે. માન્યતાઓ અનુસાર શનિવારે નખ કાપવાથી આયુષ્ય ઘટે છે. ગુરુવારે નખ કાપવાથી શિક્ષણ સંબંધિત સમસ્યાઓ આવે છે. મંગળવારે નખ કાપવાથી લોહી સંબંધિત રોગો થાય છે. તેથી જ આ દિવસોમાં નખ કાપવાની મનાઈ કરવામાં આવેલી છે. જ્યારે અઠવાડિયાના બાકીના દિવસોમાં નખ કાપવાથી કોઈ તકલીફ નથી થતી.
વૈજ્ઞાનિક કારણઃ જો આપણે વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો એક ચર્ચા અનુસાર મંગળવાર, શનિવાર અને ગુરુવારે બ્રહ્માંડમાંથી આવતી અનેક પ્રકારની ઉર્જા માનવ શરીરના સંવેદનશીલ હિસ્સો પર વિશેષ અસર કરે છે. તેથી, આ દિવસોમાં નખ ના કાપવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠવાડિયાના અલગ- અલગ દિવસોમાં નખ કાપવાથી શું ફાયદા અને નુકસાન થાય છે.
નખ કાપવાના ફાયદા અને ગેરફાયદા: અઠવાડિયાના જુદા જુદા દિવસોમાં નખ કાપવાના ફાયદા અને ગેરફાયદા શું છે. સોમવાર: જો તમે સોમવારે નખ કાપો છો, તો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો અને મૂડ પણ રહે છે.
મંગળવારઃ મંગળવારે નખ કાપવાથી દેવાની સમસ્યા દૂર થાય છે અને માથા પરથી દેવાનો બોજ દૂર થાય છે. બુધવારઃ આ દિવસે નખ કાપવાથી નોકરીમાં પ્રગતિની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે.
ગુરુવારઃ જો તમે આ દિવસે નખ કાપો છો તો ઘરમાં પ્રતિકૂળ અને અશુભ ઘટનાઓ દૂર થાય છે. શુક્રવાર: જો તમે આ દિવસે નખ કાપો છો, તો તમારે નજીકના મિત્રો અથવા પરિવારને મળવા માટે લાંબી મુસાફરી કરવી પડશે.
શનિવારઃ શનિવારે ક્યારેય નખ ના કાપવા જોઈએ. જો તમે આ દિવસે નખ કાપો છો, તો અશક્તિ વધે છે અને માનસિક સ્થિરતા નબળી પડે છે. રવિવારઃ જો તમે રવિવારે નખ કાપો છો તો કામમાં અડચણ આવે છે અને તમારો સમય પણ વેડફાય છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.