Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
નોકરી મેળવવા માટે કરો ગંગાજળના આ ઉપાય, કર્જથી પણ મળી જશે છૂટકો - Gujarat Beat

નોકરી મેળવવા માટે કરો ગંગાજળના આ ઉપાય, કર્જથી પણ મળી જશે છૂટકો

હિંદુ ધર્મમાં ગંગા નદીને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે તેના જળથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. તેવી સ્થિતિમાં ઘણા લોકો ગંગા નદીમાં સ્નાન કરીને પાણી ઘરે લાવે છે. મોટાભાગના લોકોના ઘરમાં બનેલા મંદિરમાં ગંગાજળ રાખવામાં આવે છે.

તેનો ઉપયોગ અનેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ અંગે અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી આશ્ચર્યજનક પરિણામો જોવા મળે છે.

દેણું: જો તમે સતત વધતા દેવાના બોજ હેઠળ પરેશાન છો તો ગંગાજળને પિત્તળના વાસણમાં ભરીને ઘરના ખૂણામાં ઉત્તર- પૂર્વ દિશામાં રાખો. આ વાસણનું મોં લાલ કપડાથી ઢાંકી દો. તેમ કરવાથી ધીરે ધીરે દેવાનો બોજ ઓછો થવા લાગે છે.

નકારાત્મકતા: ગંગાજળમાં અનેક ચમત્કારી ગુણો છે. ગંગાજળ ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. દરરોજ શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી ભગવાન ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે.

લગ્ન: જો ઘરમાં દીકરીના લગ્ન ના થઈ રહ્યા હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ અને એક ચપટી હળદર મિક્સ કરો. આ ઉપાય ૨૧ દિવસ સુધી સતત કરો. તેમ કરવાથી દીકરીના લગ્નમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે દૂર થશે અને તેને યોગ્ય વર મળશે.

નોકરી: ગંગાજળનો ઉપાય કરવાથી જલ્દી નોકરી મળે છે. તે માટે બેરોજગાર લોકોએ એક પિત્તળના વાસણમાં સામાન્ય પાણી ભરીને તેમાં ગંગાજળના અગિયાર ટીપાં સતત ૪૦ દિવસ સુધી નાખવા જોઈએ. તે જળ શિવલિંગ પર પાંચ બીલીપત્ર સહિત અર્પણ કરો. તેમ કરવાથી નોકરી મળવાની શક્યતા વધી જાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)