મની પ્લાન્ટનો બાપ છે આ ચમત્કારિક છોડ, ઘરમાં લગાવતા જ વરસે છે ધન!

ઘરમાં વૃક્ષો અને છોડ રાખવાથી તાજગી અને સકારાત્મકતા આવે છે. ઉપરાંત, લીલાછમ છોડ અને રંગબેરંગી ફૂલો વ્યક્તિને તણાવથી બચાવે છે. આ સિવાય વૃક્ષો વાવવાના ઘણા ફાયદા છે. હિન્દુ ધર્મમાં અનેક વૃક્ષો અને છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. તેમાં પણ ઘણાની પૂજા કરવામાં આવે છે. આ વૃક્ષો અને છોડ દેવી- દેવતાઓના આશીર્વાદ લાવે છે.

કુંડળીમાં ઘણા ગ્રહો દોષ દૂર કરે છે. આજે આપણે એક એવા છોડ વિશે વાત કરીશું જે શનિદેવને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત, વાસ્તુ શાસ્ત્રમાં તેમને ધન અને સમૃદ્ધિ આપનાર તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. જો ઘરમાં આ વૃક્ષ કે છોડ હોય તો ક્યારેય ધન અને અનાજની કમી નથી થતી, બલ્કે ઘરના લોકો હંમેશા પ્રગતિના પંથે આગળ વધે છે, ધન, પદ અને પ્રતિષ્ઠા મેળવે છે.

ભાગ્ય બદલી દેશે શમીનો છોડઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર શમીનો છોડ ઘરમાં લગાવવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે. ન્યાયના દેવતા શનિદેવના પ્રિય શમીને ઘરમાં રાખવાથી કુંડળીમાં શનિ બળવાન બને છે. જે લોકો શનિની સાડાસાતી કે નાની પનોતી હેઠળ છે તેઓએ આ છોડને તેમના ઘરમાં ચોક્કસપણે લગાવવો જોઈએ. તેમજ દરરોજ તેની પૂજા કરવી જોઈએ. તેમ કરવાથી શનિની પરેશાનીઓથી મુક્તિ મળે છે, શનિદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.

એટલું જ નહીં ઘરમાં શમીનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. વાસ્તુ અનુસાર શમીનો છોડ ખૂબ જ ઝડપથી પૈસા આકર્ષે છે. તેને ઘરમાં સ્થાપિત કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. ઘરમાં ધનનો પ્રવાહ વધે છે.

ઘરમાં આ સ્થાન પર લગાવો શમીનો છોડ: ઘરના મુખ્ય દ્વાર પાસે શમીનો છોડ લગાવવો ખૂબ જ શુભ છે. તેને એવી રીતે લગાવવું જોઈએ કે ઘરની બહાર નીકળતી વખતે આ છોડ તમારી જમણી બાજુ રહે. જો તમે ઘરના મુખ્ય દ્વાર પર શમીનો છોડ નથી લગાવી શકતા, તો તમે તેને ઘરની ટેરેસ પર અથવા ઘરના દક્ષિણ, પૂર્વ અથવા તો ઉત્તર- પૂર્વ ખૂણામાં પણ રાખી શકો છો.

શમીનું વૃક્ષ વાવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. દેવી લક્ષ્મી અને શનિદેવને પ્રસન્ન કરવા માટે દરરોજ સાંજે શમીના છોડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)