દરેક વ્યક્તિના જીવનમાં ભેટનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે પણ આપણને કોઈ વ્યક્તિ તરફથી ભેટ મળે છે ત્યારે આપણને ખૂબ આનંદ થતો હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈના ઘરે જઈએ છીએ, ત્યારે આપણે આપણી સાથે કંઈક ને કંઈક ભેટ તરીકે લઈ જતા હોઈએ છીએ. ભેટ એટલે ગિફ્ટની આપ- લે. હાલમાં, બજારમાં ઘણા પ્રકારની ગિફ્ટ વિકલ્પો ઉપલબ્ધ હોય છે, જેના કારણે કોઈને ભેટમાં શું આપવું તે વિશે વધુ વિચારવાની નથી જરૂર.
આમ તો, જો જોવામાં આવે તો, એવી ઘણી ભેટો હોય છે જે વ્યક્તિનું નસીબ ઉઘાડી દે છે. એવું માનવામાં આવે છે કે જો તમને તે વસ્તુઓ ભેટમાં મળે છે, તો તેનો અર્થ એ થાય છે કે તમારો ખરાબ સમય ખૂબ જ જલ્દી સમાપ્ત થવા જઈ રહ્યો છે અને સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે.
આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ, વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર કઈ ગિફ્ટોને સૌથી વધુ શુભ માનવામાં આવે છે – ધનની પોટલી માટે લાફીંગ બુદ્ધા: જો કોઈ વ્યક્તિને ગિફ્ટમાં ધનની પોટલી માટે લાફિંગ બુદ્ધા પ્રાપ્ત થાય છે. તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને આ ગિફ્ટમાં મળે છે તો સમજી લેવું કે જલ્દી જ તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે.
જો કોઈ પણ વ્યક્તિને ધનની પોટલી માટે લાફિંગ બુદ્ધા ભેટમાં મળે છે, તો તેને કિસ્મતનો પૂરો સાથ મળે છે. વાસ્તુ શાસ્ત્રની સાથે સાથે ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને ભેટમાં મળવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
સાત દોડતા ઘોડાઓની તસવીર: જો કોઈ વ્યક્તિને સાત દોડતા ઘોડાની તસવીર ભેટમાં મળે તો તે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેવી તસવીરને ખૂબ જ પાવરફુલ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને આ ગિફ્ટમાં મળે તો સમજી લેવું કે જલ્દી જ તે વ્યક્તિને પ્રમોશન મળવાનું છે. તમને જણાવી દઈએ કે ઘોડાને મહેનત અને સમયનું પ્રતિક માનવામાં આવે છે. આ કારણથી ઘરમાં આવી તસવીર રાખવી ખૂબ જ શુભ હોય છે.
ક્રેસુલા પ્લાન્ટઃ હાલમાં જોવા મળે છે કે ગિફ્ટમાં છોડ આપવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. ઘણીવાર લોકો ભેટમાં ઘણા પ્રકારના છોડ આપે છે. પરંતુ જો તમને ગિફ્ટમાં ક્રાસુલાનો છોડ મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડને ધનના દેવતા કુબેરનો છોડ પણ કહેવામાં આવે છે.
જો તમને ગિફ્ટમાં ક્રેસુલાનો છોડ મળે છે અને તેને તમારા ઘરમાં રાખો છો, તો તેનાથી ઘરની સકારાત્મકતા વધે છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ તેને તમારા ઘરમાં રાખવાથી ધન પ્રાપ્તિના યોગ પણ બને છે.
પિયોનિયાના ફૂલો: લોકો એકબીજાને ગિફ્ટ તરીકે સૌથી વધુ શું આપવાનું અને પ્રાપ્ત કરવાનું પસંદ કરતા હોય છે તે છે ફૂલોનો ગુલદસ્તો. જો કોઈ વ્યક્તિને પિયોનીયાના ફૂલ ભેટમાં મળે તો સમજી લેવું કે તમારા સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. પિયોનિયાના ફૂલો તમારા જીવનમાં સારા નસીબ લાવે છે. બીજી બાજુ, ફેંગશુઈમાં આ ફૂલોને ફૂલોની રાણી તરીકે વર્ણવવામાં આવી છે. પિયોનિયાના ફૂલોને પ્રેમ અને સુંદરતાનું પ્રતીક પણ માનવામાં આવે છે.