ઘરની સફાઈ માટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે, તેથી જે વ્યક્તિ સાવરણીનું અપમાન કરે છે, તેના ઘરમાં ગરીબી આવે છે. ઘરમાં સાવરણી રાખવાથી લઈને ઝાડુ મારવાનો સાચો સમય અને જૂની સાવરણી કેવી રીતે ફેંકી દેવી તેના કેટલાક નિયમો છે, જેનું ધ્યાન રાખવું જરૂરી હોય છે જેથી દેવી લક્ષ્મીની કૃપા કાયમ બનેલી રહે.
અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે જૂની સાવરણી ફેંકતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ઘરમાં સુખ- સમૃદ્ધિ જળવાઈ રહે. ચાલો જાણીએ કે જૂની સાવરણી ફેંકતા પહેલા તમારે કયા ઉપાયો કરવી જોઈએ.
જૂની સાવરણી આ રીતે ફેંકવીઃ શનિવાર, અમાવસ્યા, હોલિકા દહન કે ગ્રહણ પછી ઘરની જૂની સાવરણી ફેંકવી. તમે શનિવાર અથવા અમાવસ્યાના દિવસે પણ સાવરણી ફેંકી શકો છો. આ દિવસ ઝાડુ ફેંકવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે.
જો તમે કોઈ બીજા દિવસે જૂની સાવરણી કાઢી નાખો તો ઘરમાં ગરીબી આવે છે. સાવરણીને હંમેશા એવી જગ્યાએ ફેંકો જ્યાં કોઈ અન્ય વ્યક્તિ તેના પર પગ ના મૂકી શકે, કારણ કે શાસ્ત્રોમાં સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જૂની સાવરણી ગટરમાં કે કોઈ ઝાડ પાસે ના ફેંકો. ધ્યાન રાખો કે સાવરણીને ક્યારેય સળગાવી કે અહીં -ત્યાં ફેંકવી ના જોઈએ.
જૂની સાવરણી છુપાવી રાખો અને યોગ્ય દિવસે તેને ઘરની બહાર ફેંકી દો. તેમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે. એકાદશી, ગુરુવાર કે શુક્રવારના દિવસે ક્યારેય જૂની સાવરણી ના ફેંકવી. એવું માનવામાં આવે છે કે ગુરુવાર અને શુક્રવાર દેવી લક્ષ્મીના દિવસો છે અને આ દિવસે ઝાડુ ફેંકવાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.
આ વાતનું પણ ધ્યાન રાખો: જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે છે તો તેના બહાર નીકળતાની સાથે જ ઘરમાં ઝાડૂ ના લગાવો. એવું માનવામાં આવે છે કે તરત જ ઝાડુ લગાવવાથી કામમાં સફળતા નથી મળતી.
ઘરમાં જૂની અને તૂટેલી સાવરણીનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે તૂટેલી અને જૂની સાવરણી ઘરમાં મોડેથી નકારાત્મક ઉર્જા લાવે છે. હંમેશા વદ પક્ષમાં અને શુક્રવારે જ સાવરણી ખરીદો. નવી ઝાડુનો ઉપયોગ હંમેશા શનિવારના દિવસથી જ કરો.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ માન્યતા અને જાણકારીને અમલમાં લાવતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો