શાસ્ત્રોમાં ગુસ્સાને અવગુણ તરીકે જણાવવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો સ્વભાવ તેની રાશિ પર આધાર રાખે છે. તેમની પસંદ- નાપસંદ, ગુસ્સો, શાંત રહેવું અને વ્યવહાર વગેરે બધું જ રાશિ અને તેમના સ્વામી ગ્રહ પર આધારિત છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી છોકરીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તેઓ પોતાના ગુસ્સા પર નિયંત્રણ નથી કરી શકતા.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે ગ્રહોના પ્રભાવને કારણે થાય છે જયારે વ્યક્તિ પોતાના ગુસ્સા પર નીયંત્રણ નથી કરી શકતો. ગ્રહોના શુભ અને અશુભ પ્રભાવને કારણે તેવા પ્રકારના ફળ મળે છે. ચાલો આજે જાણીએ એવી છોકરીઓ વિશે જે હંમેશા ગુસ્સમાં જ રહે છે. આ છોકરીઓ ગુસ્સો આવવાથી પોતાના પરથી નિયંત્રણ ખોઈ દે છે અને સામે વાળા વ્યક્તિની જરાય પણ ચિંતા નથી કરતી.
કર્ક: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કે કર્ક રાશિની છોકરીઓ ખુબ જ હિંમતવાન અને ઉર્જાવાન હોય છે પરંતુ તેમેણ ખુબ જ ઝડપી ગુસ્સો આવી જાય છે. નાની- નાની વાતોનું ખોટું લાગી જાય છે. જયારે આ રાશિની છોકરીઓને ગુસ્સો આવે છે ત્યારે તેઓ પોતાની વાણી પરથી પણ નિયંત્રણ ગુમાવી દે છે.
સામે વાળા વ્યક્તિને કઈ પણ અપશબ્દો કહી દે છે. ગુસ્સમાં હોય ત્યારે તેમને શાંત કરવા ખુબ જ મુશ્કેલ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિની છોકરીઓનું નામ હ, ડ અક્ષરથી શરુ થાય છે.
સિંહ: જ્યોતિષીઓનું કહેવું છે કે આ રાશિની છોકરીઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. આ છોકરીઓ ખૂબ જ લાગણીશીલ હોય છે અને આ છોકરીઓને નાની- નાની વાતમાં પણ ખોટું લાગે છે. ગુસ્સામાં આ છોકરીઓ નિયંત્રણ ગુમાવી દે છે અને સામેની વ્યક્તિ સાથેનો સંબંધ પણ બગાડી નાખે છે. જેના કારણે આ છોકરીઓને તેમના લગ્ન જીવનમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિની છોકરીઓનું નામ મ, ટ અક્ષરથી શરૂ થાય છે.
ધન: આ રાશિની છોકરીઓ પણ બે રાશિઓની છોકરીઓની જેમ ગુસ્સેલ હોય છે. આ છોકરીઓને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું પસંદ હોય છે. તેમને પોતાના જીવનમાં કોઈની પણ દખલગીરી નથી પસંદ. તેમના પર કોઈનું વર્ચસ્વ થવું જરાય પણ નથી ગમતું.
જો સામેની વ્યક્તિ ના સાંભળે અથવા તેમની વાત ના માને તો તેમને ગુસ્સો આવી જાય છે. ગુસ્સામાં તેઓ કોઈને પણ કંઈપણ કહી દે છે. જણાવી દઈએ કે ધન રાશિની છોકરીઓના નામ ભ, ધ, ફ અને ઢ અક્ષરથી શરુ થાય છે.
કુંભ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની છોકરીઓ ખુબ જ બુદ્ધિમાન હોય છે. દરેક વસ્તુમાં સમજદારીથી કામ કરવું તેમને પસંદ હોય છે. જો કે કુંભ રાશિની છોકરીઓને એકદમ ગુસ્સો નથી આવતો પરંતુ જયારે આવે છે ત્યારે ખતરનાખ આવે છે. ગુસ્સામાં તેઓ કોઈને પણ નથી છોડતી. ગુસ્સામાં આ રાશિની છોકરીઓ સામેવાળાને કઈ પણ કઈ દે છે.
બોલતી વખતે ભૂલી જાય છે કે સામે કોણ છે. ગુસ્સાને કારણે તેમનો સંબંધ તુટવા સુધી પહોચી જાય છે. જણાવી દઈએ કે કુંભ રાશિની છોકરીઓના નામ ગ, સ, શ અને ષ અક્ષરથી શરુ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)