ઘરના આંગણામાં ભૂલથી પણ ના રોપવા આ છોડ, નહીંતર ઘરમાં હંમેશા રહેશે કંકાસ, ગરીબી નહીં છોડે સાથ

સામાન્ય રીતે ઘણા લોકો પોતાના બધા જ કામો વાસ્તુ અનુસાર કરે છે અને આ કામ સફળ પણ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઝાડ અને છોડ પણ ઘરની સુખાકારી સાથે સંબંધિત છે. જો ઝાડ અને છોડને યોગ્ય દિશામાં વાવવામાં આવે છે, તો તે પરિવારમાં ખુશીઓ લાવે છે. તેનાથી વિપરિત જો તેમની દિશાઓ ખોટી હોય તો તેઓ ઘણી પ્રકારની સમસ્યાઓ ઉભી કરે છે.

જોકે કેટલાક છોડ એવા પણ છે, જેને ઘરના આંગણામાં વાવવા યોગ્ય માનવામાં આવતા નથી. તો ચાલો આપણે જાણીએ કે એવા કયા છોડ છે, જેને ઘરના આંગણામાં વાવવા અશુભ માનવામાં આવે છે. 1- કોઈપણ કાંટા યુક્ત છોડ ઘરના આંગણામાં વાવવું જોઇએ નહીં કારણ કે કાંટાવાળા ઝાડ ઘરમાં નકારાત્મકતા લાવે છે અને ઘણી સમસ્યાઓનું કારણ બને છે.

એવું કહેવામાં આવે છે કે આવા છોડ વાવવાથી ઘરની સમસ્યાઓ અને આર્થિક સંકટ વધે છે. કાંટાવાળા ઝાડને લીધે આપણને જીવનમાં અને સબંધોમાં પણ કાંટા વાગતા રહે છે, આંતરિક વિવાદો, ઝગડા તેમજ નેગેટીવ એનર્જીના કારક બનતા હોય છે કાંટાવાળા છોડ, તેથી ઘરના આંગણામાં તેને વાવવાથી દુર રહેવું જોઈએ.

2- આંબલીનો છોડ પણ ઘરમાં ક્યારેય વાવવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આંબલીનો છોડ વાવવાથી ઘરમાં રોગો ફેલાય છે. આંબલી સ્વાદમાં પણ જે પ્રકારે ખાતી હોય છે એ જ રીતે કહેવાય છે કે આંબલીનો છોડ વાવો તેનાથી તમારે પરસ્પર સંબંધો પણ ખાટા થઈ જાય છે, જેના કારણે ઘરનું વાતાવરણ બગડે છે.

3- તમે જાણતા હશો કે પીપળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરની અંદર અથવા બહાર દરવાજાની આસપાસ ક્યારેય તેનું વાવેતર ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી પૈસાની તંગી થાય છે. જો કે, આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે પીપળાના મૂળિયા દૂર-દૂર સુધી ફેલાય છે, તેથી તે ઘરની દિવાલોને નુકસાન પહોંચાડી શકે છે અને બાંધકામ નબળું પડે છે.

4- ઘણા લોકો ઘરમાં મદારનું ઝાડ વાવતા હોય છે, પરંતુ વાસ્તુ મુજબ તેને સારું માનવામાં આવતું નથી. એવું કહેવામાં આવે છે કે મદાર સહિત કોઈપણ વૃક્ષ કે જે દૂધ ઉત્પન્ન કરે છે, તેને ઘરની અંદર વાવવું ન જોઈએ. આ નકારાત્મકતા તરફ દોરી જાય છે. તેથી આવા કોઈ છોડ કે ઝાડની ઘરના પરિસરમાં વૃદ્ધિ થવા દેવી ના જોઈએ.

5- ખજૂરનું વૃક્ષ ઘરની સુંદરતામાં ચોક્કસપણે વૃદ્ધિ કરે છે, પરંતુ તેને ઘરની અંદર લગાવવાથી બચવું જોઈએ. વાસ્તુ અનુસાર, તેનો ઉપયોગ કરવાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકે છે અને પરિવારમાં આર્થિક તંગી આવે છે. તેથી ઘરના સંકુલની અંદર ખજૂરીનું ઝાડ ઉગાડવાથી દુર રહેવું જોઈએ અને સુંદરતા વધારવા માટે અલગ વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ.