આ ઝાડના પાંદડા દુર કરી શકે છે બધા દુઃખ દર્દ, જાણો ચમત્કારિક ઉપાય

આસોપાલવનું વૃક્ષ આપણા માટે ખુબ જ ઉપયોગી છે. તે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે જ કારણ છે કે લોકો આ વૃક્ષને પોતાના ઘરમાં લગાવવાનું પસંદ કરે છે. ધાર્મિક માન્યતા છે કે આ વૃક્ષ ખૂબ જ શુભ છે તેને ઘરમાં લગાવવાથી તમામ દુ:ખ દૂર થાય છે. આ વૃક્ષના પાંદડા વિશેષ મહત્વના માનવામાં આવ્યા છે.

તેના પાન પૂજા કલશમાં રાખવામાં આવે છે. કોઈ પણ શુભ પ્રસંગે તેને ઘરના મુખ્ય દરવાજા પર મુકવામાં આવે છે. માનવામાં આવે છે કે આસોપાલવના પાંદડાના ઉપાયથી જીવનમાં કોઈ પણ દુ:ખ દૂર થઈ શકે છે. આજે અમે તમને આસોપાલવના પાંદડાના એવા જ કેટલાક ચમત્કારી ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

આસોપાલવના પાંદડાની માળા બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર, બધા રૂમના દરવાજા પર લટકાવી દો, જ્યારે હારમાં મૂકેલા પાંદડા સુકાઈ જાય તો માળા બદલી નાખો. આવું સાત વખત કરો. ઘરની બધી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જશે. ઘરના વડાએ પોતાની પત્ની સાથે મળીને રોજ આસોપાલવના ઝાડને જળ ચઢાવવું જોઈએ. તેમ કરવાથી ઘરને બીમારીઓ, પરેશાનીઓ, વિવાદો અને દુર્ભાગ્યથી મુક્તિ મળે છે.

જો તમે પૈસાની તંગી સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો આસોપાલવના પાંદડા તમારા સંકટને સમાપ્ત કરી શકે છે. શુભ મુહૂર્તમાં આસોપાલવના ઝાડના મૂળને તમારા ઘરમાં લાવો તેને ધોઈને સારી રીતે સૂકવીને તમારી તિજોરીમાં રાખો. પૈસાની તંગી દૂર થશે અને માં લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહેશે.

જો પરિવારમાં કોઈ પણ વ્યક્તિના લગ્ન ના થઈ શકતા હોય તો તે વ્યક્તિએ નહાવાના પાણીમાં આસોપાલવના પાન નાખીને સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી આ પાંદડાને કાઢીને પીપળના ઝાડ પાસે સ્વચ્છ જગ્યાએ રાખવાથી લગ્ન જલ્દી થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)