વૃક્ષ- છોડ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં ફૂલોના પણ ઘણા મહત્વ જણાયા છે. સાથે જ ફૂલોના ઘણા ઉપાયો પણ જણાયા છે. લાલ ગુલાબના ફૂલનું વાસ્તુ શાસ્ત્રમાં ઘણું મહત્વ અને ઘણા ઉપાયો જણાવ્યા છે. માન્યતા છે કે આ ઉપાયો કરવાથી ગરીબી દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે.
ભગવાનની પૂજા- અર્ચનામાં પણ ફૂલ ખુબ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો પૂજામાં ફૂલ નથી ચઢાયા તો પૂજા અધુરી માનવામાં આવે છે. સાથે જ ભગવાન પણ નારાજ થઇ જાય છે. લાલ ગુલાબનું ફૂલ સ્નેહ અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ફૂલને પૂજામાં ચઢાવવું શુભ હોય છે.
ગુલાબના ફૂલના આ ઉપાયથી આર્થિક તંગી દૂર થવાની છે માન્યતા: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો પૈસાની અછત અને આર્થિક તંગીથી જાતક પરેશાન છે તો લાલ ગુલાબના ફૂલનો આ ઉપાય તેમના માટે લાભદાયક હોઈ શકે છે. જાતકે લાલ ગુલાબના ફૂલમાં કપૂર પ્રગટાવીને સાંજના સમયે પૂજામાં દેવી ભગવતીના ચરણોમાં અર્પણ કરવું. માન્યતા છે કે તેમ કરવાથી આર્થિક તંગીની સમસ્યા દૂર થાય છે.
માં લક્ષ્મીજીને શુક્રવારના દિવસે ચઢાવો લાલ ગુલાબનું ફૂલ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર સુખ- સમૃદ્ધિ અને વ્યાપારમાં લાભ માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરવું. આ ઉપાય સતત અગિયાર શુક્રવાર કરવાથી લાભ થવાની માન્યતા છે.
લાલ ગુલાબના ફૂલનો છોડ ઘરમાં લગાવવો શુભ હોય છે કે અશુભ: માન્યતા અનુસાર લાલ ગુલાબનું ફૂલ પ્રેમનું પ્રતિક હોય છે. ઘરમાં લાલ ગુલાબના ફૂલનો છોડ લગાવવાથી સંબંધ મજબૂત થાય છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે.
જો ઘરમાં ગૃહ કલેશ વધારે થાય છે તો ઘરમાં સફેદ ગુલાબનો છોડ લગાવવો શુભ હોય છે. આ છોડ ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ લગાવવો જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)