જ્યારે પણ કોઈ બે ભાઈઓની જોડીની વાત આવે છે, સૌ પ્રથમ, આપણી જીભ પર ફક્ત એક જ નામ આવે છે અને તે નામ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું છે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ વિશે ઘણી સારી વાતો અને ઘટનાઓ યાદ આવે છે જે આપણા દિલમાં તેમના માટે આદર ઊભો થાય છે. પરંતુ આ જોડીનો અંત ખૂબ જ દુઃખદ છે. જે જાણીને તમને પણ આશ્વર્ય થશે.
રામાયણની કથા અનુસાર, તમે બધા જાણો છો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તેમના નાના ભાઈ લક્ષ્મણને ખૂબ પ્રેમ કરતા હતા અને તેના બદલામાં લક્ષ્મણજીએ પણ તેમના ભાઈ શ્રી રામ માટે ઘણું બલિદાન આપ્યું હતું. જ્યારે ભગવાન રામ 14 વર્ષ માટે વનઆશ્વર્ય થશેવાસ ગયા ત્યારે લક્ષ્મણ તેમના ભાઈની જોડે ઊભા રહ્યા હતા અને તેઓ પણ તેમના વનવાસના સાથી બન્યા હતા.
પરંતુ રામાયણની એક કથા અનુસાર ભગવાન શ્રી રામની સામે એવી ભયાનક પરિસ્થિતિ આવે છે કે, અનિચ્છાએ શ્રી રામને તેમના પ્રિય ભાઈ લક્ષ્મણને મૃત્યુદંડની સજા આપવા મજબૂર થયા હતા. ચાલો આપણે જાણીએ કે શ્રી રામની સામે એવી કઈ પરિસ્થિતિ આવી હતી કે તેણે તેમના ભાઇ લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડ્યો.
શ્રી રામએ યમદેવને આ વચન આપ્યું હતું – રામાયણની આ ઘટના તે સમયની છે જ્યારે શ્રી રામ લંકા જીત્યા પછી અયોધ્યાના રાજા બન્યા અને એક દિવસ અચાનક યમ દેવતા કેટલાક મહત્વના વિષય પર ચર્ચા કરવા શ્રી રામ પાસે પહોંચ્યા. પરંતુ આ ચર્ચા શરૂ કરતા પહેલા, યમદેવે શ્રી રામ પાસે વચન માંગ્યું હતું કે જ્યાં સુધી અમારી વચ્ચે આ ચર્ચા ચાાલુ હોય ત્યાં સુધી કોઈ અમારી વચ્ચે આવશે નહીં અને જો આ ચર્ચાની વચ્ચે કોઈ આવે, તો તમે તેને મૃત્યુદંડની સજા આપશો.
યમદેવને વચન આપ્યા પછી, ભગવાન રામએ આ ચર્ચા દરમિયાન તેમના ભાઈ લક્ષ્મણને દ્વારપાલ તરીકે નિયુક્ત કર્યા અને તેમને કહ્યું કે, જ્યાં સુધી તેમની યમ સાથે વાત પૂર્ણ ના થાય, ત્યાં સુધી કોઈ અંદર આવવું ના જોઈએ. અને તે દરમિયાન કોઈ અંદર આવશે તો તેને આ દુષ્કર્મ માટે મૃત્યુદંડ આપવામાં આવશે.
મોટા ભાઈના આદેશને ધ્યાનમાં રાખીને લક્ષ્મણ દ્વારપાળ બને છે અને દરવાજે ઊભા રહે છે. એવામાં ઋષિ દુર્વાસા ત્યાં પહોંચે છે. જ્યારે લક્ષ્મણ ઋષિ દુર્વાસાને શ્રી રામને મળવા માટે અંદર જવાની ના પાડે છે. ત્યારે ઋષિ ગુસ્સે થઈ જાય છે. ક્રોધિત ઋષિ દુર્વાસાએ લક્ષ્મણને કહ્યું કે, જો તે શ્રી રામને મળવાની મંજૂરી નહિ આપે તો તે આખા અયોધ્યાને શ્રાપ આપશે.
લક્ષ્મણે શ્રી રામના આદેશનો ભંગ કર્યો – ઋષિ દુર્વાસાના ક્રોધ અને શ્રાપથી આખા અયોધ્યા શહેરને બચાવવા લક્ષ્મણે પોતાના ભાઈને આપેલા વચનનો અનાદર કરવાનુ વધારે યોગ્ય માન્યું અને લક્ષ્મણે અયોધ્યાને બચાવવા પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. તે સમયે લક્ષ્મણ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અંદર ગયા અને શ્રી રામને ઋષિ દુર્વાસાના આગમન વિશે સૂચના આપી.
માહિતી મળતા જ શ્રી રામે ઝડપથી યમ સાથેની તેમની વાતચીત સમાપ્ત કરી અને ઋષિ દુર્વાસાનું સ્વાગત કર્યું. પરંતુ શ્રી રામ યમને આપેલા વચનને કારણે મૂંઝવણમાં મૂકાઈ ગયા કારણ કે તેમના વચન મુજબ લક્ષ્મણને હુકમનો અનાદર કરવા બદલ તેમણે મૃત્યુ દંડ આપવો પડે તેમ હતો. અંતે, આ ગંભીર પરિસ્થિતિમાં શ્રી રામે તેમના ગુરુદેવને યાદ કર્યા અને તેમને કોઈ રસ્તો બતાવવા કહ્યું.
આવી સ્થિતિમાં, તેમના ગુરુદેવે તેમને સૂચવ્યું કે કોઈ પ્રિય વ્યક્તિનું બલિદાન તેના મૃત્યુ સમાન છે. તેથી, તમારા વચનને પૂર્ણ કરવા માટે, તમારે તમારા ભાઈ લક્ષ્મણને મૃત્યુ દંડ આપવો જોઈએ પરંતુ લક્ષ્મણને આ વિશેની જાણ થતાં જ તેમણે ભાઈને કહ્યું કે તમારાથી દૂર રહેવા કરતાં તો મારી ઈચ્છા એવી છે કે તમને આપેલા વચનને ધ્યાનમાં રાખીને હું જાતે મૃત્યુને સ્વીકારું અને લક્ષ્મણજીએ જળ સમાધી લઇ લીધી.
ઉલ્લેખીય છે કે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ માટે તેમના વચનથી વધારે બીજું કંઈ નથી અને આ વાતને લક્ષ્મણ પણ સારી રીતે જાણતા હતાં. તેથી પોતાના ભાઈએ આપેલા વચનને પૂર્ણ કરવા માટે લક્ષ્મણે પોતે જ પોતાનો જીવ આપી દીધો.