બુરી નજરથી બચાવે છે રાઈના દાણા, તેના અચૂક ઉપાયોથી ખુલી જશે ભાગ્ય

કાળા સરસવના દાણા એટલે રાઈનો ઉપયોગ ના ખાલી ભોજનમાં પરંતુ ઘણા જ્યોતિષ ઉપાયો માટે પણ કરવામાં આવે છે. રાઈના અચૂક ટોટકા ખરાબ નજરથી બચાવવામાં કામ કરે છે. તેના ઉપાયથી ઘરમાં સુખ- શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેનો ઉપાય તમને દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે. એટલું જ નહી રાઈના ટોટકાથી તમે તમારું ભાગ્ય પણ ચમકાવી શકો છો. આવો જાણીએ રાઈના કેટલાક અચૂક ટોટકા વિશે.

કામમાં આવતી અડચણોને દૂર કરવા માટે: જો તમારા બનેલા કામ ઘણી વાર બગડી જાય છે અથવા તેમાં અડચણો આવે છે તો તમારે ગુરુવારના દિવસે રાઈનું દાન જરુર કરવું જોઈએ. આ ઉપાય કરવાથી કામમાં આવી રહેલી બધી અડચણો દૂર થાય છે અને બગડેલા કામ દૂર થઈ જાય છે.

ખરાબ નજર ઉતારે છે રાઈ: રાઈ ખરાબ નજર ઉતારવા માટે પણ કામ આવે છે. જો તમારા પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી છે તો તમે રાઈના કેટલાક દાણાને સાત સબુત લાલ મરચું અને મીઠા સાથે ભેળવી લો. હવે આ વસ્તુને નજર લાગેલી વ્યક્તિના માથા પર સાત વાર ફેરવો. હવે તેને અગ્નિમાં નાખી દો. નજર ઉતારવાનું આ બધું કામ ડાબા હાથથી કરવું જોઈએ.

ભાગ્ય વધારે છે રાઈના દાણા: રાઈના દાણાથી ઘણી પ્રકારની અડચણો દૂર કરી શકાય છે. આ તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકે છે. તેના માટે એક ઘડામાં પાણી ભરીને તેમા રાઈના દાણા નાખવા. હવે આ પાણીથી સ્નાન કરી લો.

તેમ કરવાથી દુર્ભાગ્ય દૂર થવા લાગે છે. તેના સિવાય રાઈ અને મરચાને માથા પરથી સાત વાર ફેરવવાથી સ્વભાવમાં ચીડચીડાપણું દૂર થાય છે.(ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)