ગરોળી એ એટલો નાનો જીવ છે કે તે સરળતાથી ઘરોમાં આવી જાય છે. ગરોળી શરીરના વિવિધ ભાગો પર પડવાને લઈને કંઈક ખરાબ થવાની આશંકાઓથી ડરેલા રહેતા હોય છે. ગરોળીનું પડવું ક્યારેક અશુભ પરિણામ આપે છે. લોકો એવું પણ માને છે કે જો શરીર પર ગરોળી પડી જાય તો વ્યક્તિનું દુર્ભાગ્ય થાય છે અને તે બીમાર પણ પડી જાય છે, પરંતુ હંમેશા નહીં.
આ લેખમાં તમારી મૂંઝવણ દૂર કરવાની સાથે એ પણ જણાવવામાં આવશે કે ગરોળીના કયા ભાગમાં પડવું શુભ છે અને કયા ભાગમાં અશુભ. ગરોળી અને કાચિંડો એક જ જાતિના જીવો માનવામાં આવે છે, તેથી તેમના પડવાના શુભ અને અશુભ પરિણામો સમાન હોય છે.
ગરોળી જો મસ્તક પર પડી જાય તો રાજ્યની પ્રાપ્તિ થાય છે, પરંતુ હવે લોકશાહીમાં રાજ્ય નથી મળી શકતું, તેથી વર્તમાન સંદર્ભમાં તેને રાજવી ઠાઠ માઠ અને જીવન સાથે સાંકળી શકાય છે.
જો તે જમણા કાન પર પડે તો આભુષણની પ્રાપ્તિ થવાની શક્યતાઓ રહે છે. જો ગરોળી ડાબા કાન પર પડે તો તે સ્ત્રી કે પુરુષનું આયુષ્ય વધે છે. નાક પર પડવું શુભ અને લાભકારી માનવામાં આવે છે.
જો તમારા ચહેરા પર ગરોળી પડી જાય તો તમને ચોક્કસથી અજીબ લાગશે, પરંતુ જો આવું થાય તો સમજી લેવું કે તમને સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારની વાનગીઓથી ભરપૂર ભોજન મળશે. જો ગરોળી ડાબા ગાલ પર પડે છે, તો તેનો અર્થ થાય છે નજીકના મિત્રોને મળવું, જ્યારે તે જમણા ગાલ પર પડે છે, તો તેનો અર્થ થાય છે આયુષ્યમાં વધારો.