ઓશિકા નીચે આ વસ્તુઓ મુકીને સુઈ જાઓ, ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન.. સૂર્યની જેમ ચમકશે ભાગ્ય

વાસ્તુ શાસ્ત્રમાં એવા અનેક નાના- નાના ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે સૂતી વખતે તકિયા નીચે કેટલીક વસ્તુઓ રાખવાથી આર્થિક લાભ થાય છે. પૈસા મેળવવાના ઉપાયઃ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે. માં લક્ષ્મીનો નિવાસ બનેલો રહે. તે માટે વ્યક્તિ દિવસ- રાત મહેનત કરે છે, પરંતુ ક્યારેક નસીબના સાથના અભાવે વ્યક્તિને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેવા જ કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને જો સમયસર કરવામાં આવે તો વ્યક્તિની કિસ્મત ચમકી જશે.

તમારા પલંગ પર આ વસ્તુઓ રાખીને સૂઈ જાઓઃ વાસ્તુ નિષ્ણાતોના મતે, તેમાંથી કેટલીક વસ્તુઓ તમારા પથારી પર રાખીને સૂવાથી વ્યક્તિનું નસીબ ચમકવામાં મદદ મળે છે. સૂતી વખતે તકિયા નીચે કેટલીક વસ્તુઓ રાખવાથી વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હકીકતમાં ઊંઘ પણ સારી આવે છે.

માનસિક શાંતિ માટેઃ જો તમે માનસિક રીતે પરેશાન છો અને માનસિક શાંતિ ઇચ્છતા હોવ તો સુતા પહેલા સુગંધિત ફૂલ ઓશીકાની પાસે કે નીચે રાખો. આ વ્યક્તિને સારી રીતે ઊંઘવામાં મદદ કરશે. તેમજ વૈવાહિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે.

ખરાબ સપનાથી છુટકારો મેળવવા માટેઃ જો તમને અથવા પરિવારના કોઈ સભ્યને ખરાબ સપનું આવી રહ્યું હોય તો સૂતી વખતે લસણની કળી ઓશિકા નીચે રાખો. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ વ્યક્તિને સારી ઊંઘ આવે છે. ઓશિકા નીચે વરિયાળી રાખીને સૂવાથી રાહુ દોષથી રાહત મળે છે. આ ઉપરાંત વ્યક્તિને ખરાબ સપનાથી પણ રાહત મળે છે. વ્યક્તિને માનસિક સમસ્યાઓથી રાહત મળે છે.

પૈસા સંબંધિત સમસ્યાઓ માટેઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ લો અને તેને તમારા પલંગની પાસે રાખો. બીજા દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને બાવળના ઝાડમાં દૂધ રેડવું. આ ઉપાય કરવાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.

સારી ઉંઘ માટે તમારા ઓશિકા પાસે રાખો આ વસ્તુઓ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોને ઉંઘ આવવાની તકલીફ હોય તેમણે પોતાના ઓશિકા નીચે લીલી ઈલાયચી રાખીને સૂવું જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી વ્યક્તિને સારી ઊંઘ આવે છે. સૂતા પહેલા તમારા પલંગ પાસે પાણીથી ભરેલો તાંબાનો વાસણ રાખો અને સવારે ઉઠ્યા પછી તેને ઝાડ અથવા છોડમાં નાખો. તેનાથી સ્વાસ્થ્ય લાભ મળે છે.