ડિસેમ્બર મહિનો શરુ થઇ ગયો છે. આ મહિનામાં કેટલીક ખાસ તિથિઓ પણ આવી રહી છે. તે તિથિઓમાં જો ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીની પૂજા- અર્ચના કરવામાં આવે તો તેમની કૃપા અને આશીર્વાદ મળે છે. શાસ્ત્રોમાં આ મહિનાને પવિત્ર અને માં લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવાનો માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં જો આ મહિને કેટલાક વિશેષ ઉપાયો કરો તો માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈને વિશેષ આશીર્વાદ આપે છે.
અગિયારસ: ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીથી સંબંધિત અગિયારસનું વ્રત ૩ ડિસેમ્બર શનિવારના દિવસે આવી રહ્યું છે. જયારે ૧૯ ડીસેમ્બરે સફલા અગિયારસ છે. આ બંને તિથીઓના દિવસે જો ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીની પૂજા- અર્ચના કરવામાં આવે તો તેમના વિશેષ આશીર્વાદ મળે છે.
જળ અર્પણ: તે બંને તીથીઓના દિવસે સવારે સૌથી પહેલા સૂર્યદેવને જળ અર્પણ કરો. ત્યાર પછી ભગવાન વિષ્ણુજીની પૂજા કરો. ત્યાર પછી ગરીબોને અનાજ, કપડા, ધાબળા અને ચમ્પલ દાનમાં આપો. તેમ કરવાથી માં લક્ષમીજી પ્રસન્ન થઈને વિશેષ આશીર્વાદ આપે છે.
પીપળનું ઝાડ: ડિસેમ્બરમાં પીપળના ઝાડની પૂજા કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુજીનો વાસ હોય છે. તેવામાં ડિસેમ્બર મહિનામાં સવારે વહેલા પીપળના ઝાડમાં જળ અને ગોળ અર્પણ કરો. આવું નિયમિત રૂપથી કરો. જોકે દરરોજ નથી કરી શકતા તો ૮ ડિસેમ્બરે પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરો. તેનાથી માં લક્ષ્મીજી ખુશ થઈને દરેક મનોકામના પૂર્ણ કરશે.
સત્યનારાયણની કથા: ડિસેમ્બરમાં વર્ષ ૨૦૨૨ ની છેલ્લી પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરો. ભગવાના નારાયણ અને માં લક્ષ્મીજીને ચંદનનું તિલક કરો. તેમ કરવાથી ભાગ્ય સાથ આપવા લાગે છે. ડિસેમ્બરમાં દર શુક્રવારે અષ્ટલક્ષ્મી સ્ત્રોતનું વિધિ- વિધાનથી પાઠ કરો. તેનાથી આવકના નવા સ્ત્રોતો મળશે અને પ્રગતી પણ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)