સારા જીવનની ઈચ્છા કોને નથી હોતી. તેવામાં હાલમાં લોકો સારું કરિયર બનાવવા માટે ઘણી મહેનત કરે છે પછી ભલે તે છોકરો હોય કે છોકરી. જો કે સારી નોકરી અને કરિયરના ચક્કરમાં ઘણી વ્યક્તિની ઉંમર ઘણી વધી જાય છે. જેના કારણે સંબંધો આવવાના બંધ થઇ જાય છે.
તેવામાં માતા- પિતાથી લઈને બધાને લગ્નની ચિંતા થવા લાગે છે. જો કે તેના માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવ્યા છે. આજે એક એવા ફૂલ વિશે વાત કરીશું જેને વાસ્તુ શાસ્ત્રમાં ઘણું ચમત્કારી માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી લગ્નના યોગ બનવા લાગે છે.
ચમત્કારી ફૂલ: વાસ્તુ શાસ્ત્રમાં જે ચમત્કારી ફૂલની વાત જણાવી છે તેને પેઓની ફૂલના નામથી ઓળખવામાં આવે છે. આ ફૂલને સુંદરતા અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ ફૂલના છોડને જો ઘરની સાચી દિશામાં લગાવવામાં આવે તો લગ્નના જલ્દી યોગ બનવા લાગે છે.
સકારાત્મક ઉર્જા: પેઓની ફૂલને ફૂલોના રાણી પણ કહેવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પેઓની છોડના ફૂલને ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ રાખો.
લગ્ન: ઘરમાં સંતાનના લગ્નના યોગ નથી બની રહ્યા અથવા કોઈને કોઈ સમસ્યા આવે છે અથવા સંબંધ નક્કી થયા પછી પણ તૂટી જાય છે તો પેઓનીનો છોડ લગાવવો ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. ઘરમાં ફૂલની જગ્યાએ તેનો ફોટો અથવા ચિત્ર પણ રાખી શકાય છે.
વૈવાહિક જીવન: વૈવાહિક જીવનમાં ખટાશ આવી રહી છે. ઘરમાં હંમેશા કલેશ અને ઝગડાનું વાતાવરણ રહે છે તો પેઓની ફૂલ અથવા ચિત્ર ઘરમાં લગાવી શકો છો. આ છોડને દક્ષીણ- પશ્ચિમ દિશા તરફ જ લગાવવો જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)