મૃત્યુ પહેલા આંખો સામેથી પસાર થાય છે જીવનની આ ઘટનાઓ! થાય છે આવો ગજબ અનુભવ

ગરુડ પુરાણને હિંદુ ધર્મમાં મહાપુરાણનો દરજ્જો આપવામાં આવેલો છે. આ પુરાણમાં વ્યક્તિનું જીવન, મૃત્યુ અને મૃત્યુ પછી આત્માની યાત્રા પણ કહેવામાં આવી છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ વ્યક્તિના કાર્યો, મૃત્યુ પછી તેના ફળ વગેરે વિશે વિગતવાર વર્ણન કર્યું છે.

આ સાથે સારી અને ખુશહાલ જીવન જીવવા વિશે પણ જણાવવામાં આવ્યું છે. સ્વર્ગ- નર્કનો ખ્યાલ સમજાવવામાં આવ્યો છે. આવો જાણીએ મૃત્યુ સમયે થતા અનુભવો વિશે આમાં શું કહેવામાં આવ્યું છે.

મૃત્યુ સમયે જોવામાં આવે છે આ બાબતો: ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિના મૃત્યુ પહેલા તેની આંખોની રોશની ઓછી થવા લાગે છે. તે તેની આસપાસના લોકોને પણ જોઈ નથી શકતા. તે વ્યક્તિને કાચ, પાણી અને તેલ વગેરેમાં પોતાનો ચહેરો દેખાતો બંધ થઇ જાય છે. તેની સાથે જ તેવા વ્યક્તિનો ચહેરો અરીસામાં વિકૃત દેખાવા લાગે છે.

તેને યમદૂત દેખાવા લાગે છે, તે ખૂબ ડરી જાય છે. જે લોકોએ ખરાબ કાર્યો કર્યા હોય છે, તેઓ તે બધા ખરાબ કાર્યોને તેમની આંખો સામે પસાર થતા જુએ છે. તે ડરી ગયેલો દેખાતો હોય છે. તે તેના પાપો માટે ક્ષમા માંગે છે. તેમનું મૃત્યુ ખૂબ જ પીડાદાયક હોય છે.

જેઓ સારા કાર્યો કરે છે તેમને દિવ્ય પ્રકાશ દેખાય છે: જ્યારે કે જેમણે પોતાના જીવનમાં સારા કર્મો કર્યા હોય છે. મૃત્યુ દરમિયાન તેને એક દૈવી પ્રકાશ દેખાય છે. તેવા લોકોને મૃત્યુ સમયે જરાય દુઃખ થતું નથી હોતું, બલ્કે તેઓ સરળતાથી અને શાંતિથી પોતાના જીવનનો ત્યાગ કરીને સીધા ભગવાનના શરણમાં મોક્ષ મેળવતા હોય છે.

એટલા માટે વ્યક્તિએ મૃત્યુ પહેલા મોહમાયા છોડી દેવી જોઈએ. તેનાથી વ્યક્તિને તેનું શરીર છોડવામાં મુશ્કેલી પડતી નથી. તેમજ સારા કર્મો કરવા જોઈએ કારણ કે આ કર્મોના આધારે જ નક્કી થાય છે કે વ્યક્તિને સ્વર્ગ મળશે કે નર્કમાં ભોગવવું પડશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)