હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈ ને કોઈ દેવતાને સમર્પિત હોય છે. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત હોય છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે અર્ઘ્ય ચઢાવવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં રવિવારના દિવસે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે સવારે નહીં પરંતુ સાંજે કરવામાં આવે છે. તેમ કરવાથી વ્યક્તિને વિશેષ લાભ થાય છે. જો તમે પણ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો તો રવિવારે સાંજે આ ઉપાયો અવશ્ય કરો.
આ ઉપાય કરી લો રવિવારે- પીપળાના ઝાડ નીચે પ્રગટાવો દીવો: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ- શાંતિ રહે છે. પરંતુ રવિવારે સાંજે પણ જો પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાં સુખ- શાંતિ બની રહે છે. તેની સાથે જ વ્યક્તિની પદ- પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે.
રવિવારે ચાર મુખવાળો દીવો પ્રગટાવો: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારની સાંજે પીપળાની નીચે ચાર મુખવાળો દીવો પ્રગટાવવામાં આવે તો વ્યક્તિને માન- સન્માન મળે છે. આ સાથે જ વ્યક્તિ માટે ઓફિસમાં પ્રગતિના નવા રસ્તા ખુલે છે.
કાળી સામગ્રીનું દાન કરો: ખરાબ કાર્યોની અસરને ઓછી કરવા અથવા મોક્ષ મેળવવા માટે જ્યોતિષમાં કાળી સામગ્રીનું દાન કરવાની પદ્ધતિ સમજાવવામાં આવી છે. આ માટે રવિવારે સાંજે કાળા તલ, કાળા કપડા, કાળા અડદ અથવા કાળા મરીનું દાન કરવાથી વ્યક્તિના બુરા ફળ દૂર થાય છે.
સૂતી વખતે કરો આ ઉપાયઃ જો તમે લાંબા સમયથી પૈસાની અછતથી પરેશાન છો તો રવિવારે સાંજે આ ઉપાયો કરી શકો છો. તેના માટે સૂતી વખતે માથા પાસે દૂધનો ગ્લાસ રાખો અને રવિવારે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરીને બાવળના ઝાડમાં ચડાવી દો. તમારે સતત ૧૧ રવિવાર સુધી આવું કરવું પડશે. તેનાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.
ચામડીના રોગોથી છુટકારો મેળવવા માટેઃ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રવિવારે સૂર્યની પૂજા કરવાથી વ્યક્તિનું માન- સન્માન વધે છે. તેની સાથે જ સૂર્યની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિ આંખ અને ત્વચા સંબંધી સમસ્યાઓથી મુક્તિ મેળવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)