જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનું પહેરવાથી દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. જો કે, સોનું પહેરવાથી દરેક રાશિઓને શુભ પરિણામ નથી મળતા. આ સાથે સોનું પહેરવામાં થયેલી ભૂલો પણ લાભની જગ્યાએ મોટું નુકસાન કરાવી શકે છે. ચાલો જાણીએ કે સોનું પહેરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સોનું પહેરવાથી ગ્રહોના શુભ અને અશુભ પરિણામો પર સીધી અસર પડે છે. જો શરીરના જમણા ભાગો પર સોનું પહેરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે. બીજી તરફ, ખોટી જગ્યાએ સૂવાથી તમે દુર્ઘટનાનો શિકાર બની શકો છો.
સોના સાથે આર્ટીફીશિયલ જ્વેલરી ક્યારેય ના પહેરો. અસલી સોના સાથે નકલી સોનું પહેરવાથી ઘણું નુકસાન થઈ શકે છે. તેમ કરવાથી ગુરુ અશુભ પરિણામ આપવા લાગે છે.
કમરમાં સોનું પહેરવું એ સારી વાત છે પરંતુ કમરથી નીચે સોનું પહેરવાથી ભારે નુકસાન થઈ શકે છે. સોનાનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે, તેથી પગમાં સોનાની પાયલ પહેરવાથી શ્રી હરિ નારાજ થઇ શકે છે.
તેવા લોકો જે શનિ સાથે સંબંધિત વસ્તુઓનો વેપાર કરે છે જેમ કે લોખંડ, કોલસો, તેલ વગેરેનો વેપાર. તેવા લોકોએ સોનું પહેરવાનું પણ ટાળવું જોઈએ. સોનું પહેરવાથી શનિ નારાજ થઈ શકે છે.
જે કોઇપણ અંગમાં સોનું પહેરેલું હોય તો નોનવેજ અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. સોનું એક પવિત્ર ધાતુ છે અને તેને પહેરવાથી અને આવા કામ કરવાથી અથવા અશુદ્ધ વસ્તુઓનું સેવન કરવાથી તમને નુકસાન થઈ શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)