ધનતેરસનો તહેવાર ૨૩ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે સોના- ચાંદી અને પીતળ ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે વાસણ ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ધનતેરસના દિવસે કરેલા કેટલાક ઉપાય ખૂબ જ લાભકારક હોય છે.
આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સાવરણીને માં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે મહીતર માં લક્ષ્મીજી પ્રસન્ન થવાના બદલે રિસાઈ જાય છે.
ધનતેરસના દિવસે ના કરો સાવરણીથી જોડાયેલી આ ભૂલો: ધનતેરસના દિવસે ખરીદેલી સાવરણીનું ક્યારેય અપમાન ના કરવું જોઈએ. ધ્યાન રાખવું કે ધનતેરસના દિવસે ખરીદેલી સાવરણી પર ભૂલથી પણ પગ ના પડે. માનવામાં આવે છે કે તેવું કરવાથી માં લક્ષ્મીજી નારાજ થાય છે.
ધનતેરસના દિવસે ખરીદેલી સાવરણી ક્યારેય ખાલી ઘરમાં ના લાવી જોઈએ. ઘરે લાવ્યા પહેલા સાવરણીના હેન્ડલ પર એક સફેદ દોરો જરૂર બાંધો. માનવામાં આવે છે કે તેનાથી માં લક્ષ્મીજી ઘરમાં કાયમી વાસ કરે છે.
ધનતેરસના દિવસે ક્યારેય માત્ર એક સાવરણી ખરીદીને ઘરે ના લાવો. બે અથવા ચારની જોડીમાં ખરીદો. આ દિવસે એક સાથે ત્રણ સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે.
આ દિવસે લાવેલી સાવરણીને ક્યારેય ખુલ્લી ના રાખો. માન્યતા છે કે તેનાથી ઘરમાં કકળાટ થાય છે. તેથી ધનતેરસના દિવસે લાવેલી સાવરણીને હંમેશા ઢાંકીને રાખવી જોઈએ.
ધનતેરસના દિવસે નવી સાવરણી લાવો પરંતુ જૂની સાવરણી ફેંકી દેશો નહી. ધનતેરસની સાંજે જૂની સાવરણીની પૂજા કરો. ત્યાર પછી નવી સાવરણીની પણ પૂજા કરો અને ઘરમાં સુખ- સમૃદ્ધિની પ્રાથના કરો.
જૂની સાવરણીને પલંગ નીચે અથવા રસોડામાં ભૂલથી પણ ના રાખવી જોઈએ. જૂની સાવરણીમાં કાળો દોરો બાંધીને કોઈ એવી જગ્યાએ સંતાડીને રાખો કે જ્યાં કોઈને નજર ના પડે. તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.