દિવાળીના પાંચ દિવસ પૈકી ધનતેરસ સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન કુબેરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. જો કે, ધનતેરસના આગમન સુધી તમામ ઘરોમાં સફાઈનું કામ પૂર્ણ થઈ જાય છે. આ સફાઈમાં તમે કરોળિયાના ઘણા જાળા તો હટાવ્યા જ હશે અને ઘણા કીડા અને મકોડાને પણ ઘરની બહાર ફેંકી દીધા હશે.
ઘરના ઘણા સામાનની પાછળ મોટાભાગે ગરોળી છુપાયેલી હોય છે પરંતુ દિવાળીની સફાઈના કારણે તે ઘરની બહાર જતી રહે છે. હવે જો ધનતેરસના દિવસે ગરોળી તમારા ઘરે ભૂલથી પણ આવી જાવ તો સમજી લેવું કે તમારી કિસ્મત ચમકી ગઈ છે. જ્યારે પણ ગરોળી ઘરમાં પ્રવેશે છે ત્યારે લોકો તેને સાવરણી વડે ભગાવી દે છે પરંતુ ધનતેરસના દિવસે ભુલીને પણ એવું ના કરતા.
ઘણા લોકો ગરોળીને પૈસા આવવાની નિશાની પણ માને છે. એવું કહેવાય છે કે જે ઘરમાં ધનતેરસના દિવસે ગરોળી આવે છે તે ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. તો ચાલો જાણીએ કે ધનતેરસ પર ગરોળીનું કેવું વર્તન કયા પ્રકારના સંકેત આપે છે. 1. ગરોળીનું જમીન પર ચાલવું: જો ધનતેરસના દિવસે ગરોળી તમારા ઘરની જમીન પર ચાલે છે તો ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલી જાય છે.
2. ઉત્તર દિશાની દીવાલ પર ચાલતી ગરોળીઃ જો ગરોળી તમારા ઘરની ઉત્તર દિશાની દીવાલ પર વધુ સમય વિતાવે છે તો સમજી લેવું કે તમને જલ્દી જ કોઈ મોટો ધનલાભ થવાનો છે. 3. છત પર ગરોનું ચાલવુંળીઃ જે ઘરમાં ધનતેરસની રાત્રે ગરોળી છત પર ચાલે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા સમગ્ર વર્ષભર ટકી રહે છે.
4. ગરોળીનું પડવું: સામાન્ય રીતે તો ગરોળીનું પડવું અશુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેને ઝાડુ લઈને ભગાવવી ના જોઈએ. જો ગરોળી જમીન પર પડે તો તે સામાન્ય સ્તરનું અપશુકન છે. પરંતુ જો તે કોઈ વ્યક્તિ પર પડે છે તો તે એક ઘણું મોટું અપશુકન હોય છે. આવી સ્થિતિમાં, તમારે સ્નાન કરવું જોઈએ અને માતા લક્ષ્મી પાસે ક્ષમા માંગવી જોઈએ.
5. ગરોળીનો અવાજ કરવો: જો તમે નોંધ્યું હોય તો ક્યારેક ગરોળી તેમના મોઢામાંથી ધીમો ધીમો અવાજ પણ કરે છે. જો તમે ધનતેરસના દિવસે ગરોળીનો અવાજ સાંભળો છો, તો સમજી લો કે માતા લક્ષ્મી ચોક્કસ તમારા ઘરમાં આવશે.