ધનતેરસનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આ વખતે આ તહેવાર ૨૩ ઓક્ટોબર રવિવારે ઉજવવામાં આવશે. માનવામાં આવે છે કે તે દિવસે જે લોકો વાસણ અથવા સોનું- ચાંદી ખરીદે છે તેમનું ઘર વર્ષ ભર ધન- સંપત્તિથી ભરેલું રહે છે. જો કે શાસ્ત્રોમાં તેની સાથે એ પણ જણાવ્યું છે કે ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ના ખરીદવી જોઈએ.
તેમ કરવું અપશુકન માનવામાં આવે છે. અને પરિવારના સભ્યોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ એ કઈ પાંચ વસ્તુઓ છે જેને ખરીદવાથી વ્યક્તિએ બચવું જોઈએ.
કાંચના વાસણ ના ખરીદવા: ધનતેરસના દિવસે કાચના વાસણો ખરીદવાની મનાઈ છે. તેનું કારણ એ છે કે કાચનો સંબંધ રાહુ સાથે છે. તેવી સ્થિતિમાં જો તમે ધનતેરસ પર કાચના વાસણો ખરીદો છો તો તમે રાહુ ગ્રહને ઘરમાં આવવાનું આમંત્રણ આપી રહ્યા છો. તે કારણે પરિવાર માટે મુશ્કેલીઓનો સમયગાળો શરૂ થાય છે.
તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓ: ધનતેરસ પર ક્યારેય છરી, સોય, પીન, કાતર કે અન્ય કોઈ ધારદાર વસ્તુ ના ખરીદો. તેવી વસ્તુઓની ખરીદી ધનતેરસના દિવસે યોગ્ય માનવામાં નથી આવતી. તેમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને પરિવાર ગરીબીના વમળમાં ફસવા લાગે છે.
લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધનતેરસના દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે લોખંડને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં જો તમે લોખંડની કોઈ વસ્તુ ખરીદીને લાવશો તો તમારા ઘરમાં શનિદેવ બિરાજશે. તેના પછી અનિષ્ટ થવાની સંભાવના વધી જશે.
પ્લાસ્ટીકના સામાનથી બચવું: ધનતેરસના દિવસે તમારે પ્લાસ્ટિકની બનેલી વસ્તુ ના ખરીદવી જોઈએ. તેવું કરવાથી ઘરમાં વરદાન નથી રહેતું અને માતા લક્ષ્મીજી નારાજ થાય છે. પ્લાસ્ટીકના બદલે તમે સ્ટીલના વાસણો ખરીદી શકો છો. તેમની ખરીદી કુંડળીમાં રહેલા દોષોને દૂર કરે છે.
એલ્યુમિનીયમનો સામાન ના લેવો: જ્યોતિષ અનુસાર ધનતેરસના દિવસે એલ્યુમીનીયમનો સામાન અથવા વાસણ ના ખરીદવા જોઈએ. એલ્યુમીનીયમ પર રાહુનો ઘણો પ્રભાવ હોય છે. તેને દુર્ભાગ્યનું સૂચક પણ માનવામાં આવે છે. તેવામાં ધનતેરસના દિવસે તમે તે વસ્તુઓની ખરીદી કરી રહ્યા છો તો સમસ્યાઓ વધશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)