ધનતેરસ પર આ ધાતુના વાસણ ખરીદવા હોય છે ખુબ જ શુભ, ભોગ લગાવીને કરો ઉપયોગ.. થશે બરકત

ધનતેરસના દિવસે ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે. તેથી લોકો તે દિવસે ખરીદી કરવા જાય છે. તે દિવસે વાસણ પણ ખરીદવામાં આવે છે. વાસણ સ્ટીલ, એલ્યુમીનીયમ વગેરે ઘણી ધાતુઓના વાસણ મળી જાય છે અને લોકો તેને ખરીદી પણ લે છે પરંતુ તે દિવસે ચાંદીના વાસણ ખરીદવા ખુબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો ચાંદીના વાસણ નથી ખરીદી શકતા તેઓ પિત્તળ અને સ્ટીલના વાસણ પણ ખરીદી શકે છે.

જો કે હવે માટીના વાસણની ફેશન પણ પાછી આવી રહી છે. વાસણ ભલે જે પણ ધાતુના ખરીદો તેને ઘરે લાવ્યા પછી તેનું પૂજન જરૂર કરવું જોઈએ. તેથી વાસણ પણ રોળી અથવા સ્વસ્તિક અથવા ઓમનું નિશાન બનાવીને અક્ષત, ફૂલ અને મીઠાઈ અર્પણ કરવી. ધનતેરસના દિવસે વાસણ લીધા પછી પૂજા કર્યા વગર તેનો ઉપયોગ ના કરવો જોઈએ. તે દિવસે ખરીદારી કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે. એટલે કે તમે તે દિવસે ગમે ત્યારે ખરીદી કરી શકો છો.

ભોગ ચઢાવવાથી આવે છે સુખ- સમૃદ્ધિ: ધનતેરસના દિવસે શ્રી વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને શ્રી નારાયણજીને પ્રસાદ ચઢાવવો જરૂરી છે. તે દિવસે ખીર બનાવીને અર્પણ કરવી જોઈએ. બીજી એક વાતનું ધ્યાન રાખો કે જે વાસણો તમે ખરીદ્યા છે તેમાં ભોગ ચઢાવો અને તેમ કરવાથી પરિવારમાં સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ગૃહસ્થોએ તે દિવસના સમયગાળા દરમિયાન ॐ नमो भगवते धन्वंतराय विष्णुरूपाय नमो नमः મંત્રનો જાપ કર્રવો જોઈએ. જેથી ઘર- પરિવારનો પ્રગતી થાય અને સભ્યોને નીરોગી રાખે.

તે દિવસે આયુર્વેદના જાણકાર ભગવાન ધન્વંતરીજીનો જન્મ થયો હતો. તે સમુદ્રમંથનમાં અમૃત કલશ લઈને નીકળ્યા હતા. તે કલશમાં સંજીવની સ્વરૂપે અમૃત હતું. ભગવાન ધન્વંતરિ શ્રી હરિ વિષ્ણુજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે  દિવસે ચોખાને પીસીને તેમાં હળદર મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો અને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે.

યમને કરો પ્રસન્ન: ધનતેરસના દિવસથી સતત પાંચ દિવસ સુધી યમને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવામાં આવે છે. યમ એટલે મૃત્યુના દેવતા. યમને પ્રસન્ન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. લોટના દીવામાં ચાર વાટ વાળો દીવો પ્રગટાવીએ તો સારું નહીં તો માટીનો દીવો લો અને તેમાં તેલ ભરો પછી બે લાંબી રૂની વાટ સરવાળાની નીશાનીમાં રાખો જેથી ચારે છેડા પ્રગટાવવા માટે બને. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)