દશેરા પછી દિવાળીના તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દિવાળીનો દિવસ જેમ- જેમ નજીક આવે છે તેમ- તેમ ઘરોની સાફ- સફાઈ અને સજાવટનું કામ ઝડપી થતું જાય છે. સફાઈ દરમિયાન ઘણી એવી જૂની વસ્તુઓ જોવા મળે છે જેને આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ.
ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં દિવાળીની સ્વચ્છતા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે તેના અનુસાર દિવાળીની સફાઈમાં કેટલીક ખાસ વસ્તુઓ મળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સંકેત આપે છે કે તમને માં લક્ષ્મીજીના આશીર્વાદથી ખુબ જ ધનલાભ થવાનો છે.
દિવાળી પર માં લક્ષ્મીજીના આશીર્વાદના શુભ સંકેત: ખિસ્સા કે પર્સમાં રાખેલા પૈસાઃ દિવાળીની સફાઈ દરમિયાન જો ખિસ્સા, પર્સ કે તિજોરીમાં રાખેલ પૈસા મળી જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. તે તમારા પર માં લક્ષ્મીજીના આશીર્વાદ મળવાનો સંકેત છે. તે પૈસાનો ઉપયોગ ધાર્મિક કાર્યમાં કરો તેનાથી તમારા ઘરમાં ખુબ જ સુખ- સમૃદ્ધિ આવશે.
મોરપીંછ અથવા વાંસળી: મોરપીંછ અને વાંસળી એ ભગવાન કૃષ્ણની પ્રિય વસ્તુ છે. કૃષ્ણ ભગવાન વિષ્ણુજીના અવતાર છે. જો દિવાળીની સફાઈમાં તમને મોરનું પીંછ અથવા વાંસળી મળે તો તમારે માનવું કે તમારા પર ભગવાન વિષ્ણુજી અને માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળવાના છે.
શંખ કે કોડીઃ દિવાળીની સફાઈમાં જો શંખ કે કોડી મળે તો તે તમને માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળવાનો સંકેત છે. સફાઈમાં મળેલી તે વસ્તુઓને પૈસા મુકવાના સ્થાન પર રાખો. તેમ કરવાથી તમારા ઘરમાં ખૂબ જ સુખ- સમૃદ્ધિ આવશે.
ચોખા: જો તમને દિવાળીની સફાઈમાં ક્યાંક રાખવામાં આવેલા ચોખા મળી જાય જેના વિશે તમને યાદ પણ ના હોય તો તે ખૂબ જ શુભ છે. ચોખા કે અક્ષત મળવા એ જીવનમાં સૌભાગ્ય મળવાની નિશાની છે. અક્ષતનો સંબંધ માં લક્ષ્મીજી અને શુક્ર સાથે છે. એટલે કે સફાઈમાં ચોખા મળવા એ જીવનમાં ધન- સંપત્તિ અને વૈભવ વધારવાનો સંકેત છે.
લાલ રંગનું કપડું: માં લક્ષ્મીજીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. દિવાળીની સફાઈમાં લાલ રંગનું કપડું મળે તો તેને સૌભાગ્ય સમજીને સારી રીતે રાખવું. એ તમારા જીવનમાં સારા દિવસો આવવાનો સંકેત છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)