દશેરા આવતાની સાથે જ દિવાળીના મહાપર્વને લઈને ઘરોમાં તૈયારીઓ શરૂ થઈ જાય છે. લોકો તેમના ઘરની સફાઈ કરવાનું શરૂ કરે છે. પછી શણગાર કરવામાં આવે છે. બજારોમાં ખરીદદારોની ભારે ભીડ ઉમટી પડે છે. આ વર્ષે પણ દિવાળીને બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. ઘરોમાં સફાઈ શરૂ થઈ ગઈ છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષમાં દિવાળીની સ્વચ્છતા સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પ્રમાણે જો દિવાળીની સફાઈ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ જોવા મળે તો તે ખૂબ જ શુભ હોય છે. આ વસ્તુઓ મળવી સૂચવે છે કે માં લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને તમને નજીકના ભવિષ્યમાં આર્થિક લાભ મળવાનો છે. તો જાણી લો કે દિવાળીની સફાઈ દરમિયાન અચાનક કઈ વસ્તુઓ પર તમારો હાથ આવી જાય તો તે શુભ માનવામાં આવે છે.
પૈસા: ઘણી વખત આપણે જૂના કપડાના ખિસ્સા કે પર્સમાં પૈસા મુકીને ભૂલી ગયા હોઈએ છીએ. જો દિવાળીની સફાઈ દરમિયાન આવા ભુલાઈ ગયેલા પૈસા મળી આવે તો તે તમારા પર માં લક્ષ્મીની કૃપાનો સંકેત કહેવાય છે. ટૂંક જ સમયમાં ઘરમાં ધન આવશે.
શંખ કે કોડી: જો દિવાળીની સફાઈમાં શંખ કે કોડી જોવા મળે તો તે એક અદ્ભુત શુભ સંકેત હોય છે. તમને અપાર ધન- સમૃદ્ધિ સાથે પદ- પ્રતિષ્ઠા મળી શકે છે.
મોરપીંછ: દિવાળીની સફાઈ દરમિયાન મોરપીંછ મળવું ખૂબ જ શુભ હોય છે. તે સમસ્યાઓ દૂર થવાનો ઈશારો હોય છે. સાથે જ તમને ધન પણ મળશે. જીવનમાં મધુરતા આવશે.
ચોખા: ચોખાનો સંબંધ ધન- વિલાસિતા આપનાર શુક્ર ગ્રહ અને માં લક્ષ્મી સાથે છે. હિંદુ ધર્મમાં અક્ષત (ચોખા) વિના પૂજા પૂર્ણ નથી થતી. દિવાળીની સફાઈ દરમિયાન કોઈ ડબ્બામાં ચોખા મળવા એ સૌભાગ્ય અને ધન મળવાની નિશાની છે.
લાલ કપડુંઃ માં લક્ષ્મીની પૂજામાં લાલ કપડું અથવા ચુંદડી ફેલાવવી શુભ માનવામાં આવે છે કારણ કે માં લક્ષ્મીને લાલ રંગ પસંદ હોય છે. દિવાળીની સફાઈ દરમિયાન લાલ કપડું કે લાલ ચુંદડી મળવી એ આવનારા સારા દિવસોની નિશાની હોય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)