આવા સપના આવે તો ભૂલથી પણ કોઈને ના કહો, ઘરે આવેલી લક્ષ્મી જતી રહેશે

સ્વપ્ન શાસ્ત્રમાં સપનાના અર્થ જણાવ્યા છે. જે જણાવે છે કે નજીકના ભવિષ્યમાં તમારી સાથે શું થવાનું છે. તે સપના આવતા સમયમાં થવાનો લાભ કે નુકસાન અથવા સફળતા- અસફળતા, સંબંધો સાથે જોડાયેલ ઘટનાઓ વિશે મહત્વપૂર્ણ સંકેત આપે છે. જો કે જરૂરી નથી કે દરેક સપનું શુભ અથવા અશુભ ફળ આપે.

ફક્ત ખાસ સમયમાં દેખેલ સપના જ ફળ આપે છે. તેમાં કેટલાક સપના શુભ હોય છે તો કેટલાક અશુભ. સ્વપ્ન શાસ્ત્રમાં શુભ સપનોના ફળ મેળવવા અને અશુભ સપનાનો પ્રભાવ ઓછો કરવા ઉપાયો પણ જણાવ્યા છે.

કોઈને પણ ના જણાવો સપના: સ્વપ્ન શાસ્ત્રમાં કેટલાક સપના ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ તે સપનાઓ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તે સ્વપ્ન આવે તો કોઈની સાથે તેની ચર્ચા ના કરવી જોઈએ. અન્યથા તમને તમારા સ્વપ્નનું સંપૂર્ણ ફળ મળશે નહીં અથવા તમને ફળ બિલકુલ મળશે નહીં.

તે સ્વપ્ન પૈસા આપનાર હોવાથી જો તેનો કોઈને પણ ઉલ્લેખ કરવામાં આવે તો તેના હાથમાં આવેલા પૈસા જતા રહે છે. જ્યારે તમે કોઈ અશુભ સ્વપ્ન જુઓ તો તે શક્ય તેટલા લોકોને જણાવો. તેમ કરવાથી અશુભ સપનાની અશુભ પ્રભાવ દૂર થાય છે. ચાલો જાણીએ કે કયા સપના કોઈને પણ ના જણાવા જોઈએ.

સ્વપ્નમાં બગીચો દેખાવો: સપનામાં જો ઘણા બધા ફૂલ, ફૂલોની માળા અથવા ભરચક બગીચો જોવો તો તે સ્વપ્ન કોઈને પણ ના જણાવો. તેવું સ્વપ્ન આવું ખુબ જ શુભ હોય છે. તે જીવનમાં ઘણી બધી ખુશીઓ, સુખ- સુવિધાઓ અને ધનલાભ થવાના સંકેત આપે છે. તેવું શુભ સ્વપ્ન કોઈને પણ જણાવાથી તેનો પ્રભાવ ઓછો થઇ જાય છે.

સ્વપ્નમાં ચાંદીથી ભરેલું કળશ જોવું: સ્વપ્નમાં ચાંદી અથવા સોનાથી ભરેલો કળશ જોવો એ સ્પષ્ટપણે માં લક્ષ્મીજીના આશીર્વાદનો સંકેત છે. તે સ્વપ્ન જણાવે છે કે તમારા દિવસો બદલાવાના છે અને તમને ઘણા પૈસા મળવાના છે. આવું શુભ સ્વપ્ન કોઈને પણ ના જણાવો.

સ્વપ્નમાં સફેદ નાગ, સફેદ હાથી અથવા સફેદ મોર જોવો: સ્વપ્નમાં સફેદ સાપ જોવો તે અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે. સ્વપ્નમાં સફેદ હાથી જોવાનો અર્થ એ છે કે તમને ઘણી સંપત્તિ અને ખ્યાતિ અને સન્માન મળવાનું છે. સપનામાં સફેદ મોર જોવો એ જીવનમાં ઘણી બધી ખુશીઓ આવાની નિશાની છે.

સ્વપ્નમાં માતા પિતાને પાણી પીવળાવતા જોવું: જો તમે સ્વપ્નમાં તમારા માતા- પિતાને પાણી પીવળાવતા જોશો તો તે નજીકના ભવિષ્યમાં મોટી પ્રગતિના સંકેત છે. તે સ્વપ્ન કોઈને પણ ના જણાવો.

સ્વપ્નમાં ભગવાનના દર્શન થવા: સ્વપ્નમાં ભગવાનના દર્શન થવાનો અર્થ એ છે કે દેવી- દેવતાઓ તમારા પર મહેરબાન છે અને ટૂંક સમયમાં તમને કોઈ શુભ સમાચાર મળવાના છે. આવું સ્વપ્ન કોઈને પણ ના જણાવો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)