ઘરના મેઈન ગેટ પર રાખો આ વસ્તુ, ચમકી ઉઠશે ફૂટલી કિસ્મત.. ગરીબી જેવું નહીં રહે કશું

ઘર અથવા ઓફિસનો મુખ્ય દરવાજો વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેથી મુખ્ય દરવાજાની સજાવટ પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. તેમ કરવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે અને ઓફિસની પ્રગતિ થાય છે. જો વાસ્તુશાસ્ત્રના જાણકારોનું માનીએ તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાથી તમે ઘરની નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવી શકો છો. જો ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો થતો હોય તો તમારે પણ આ વાસ્તુ ઉપાયો અપનાવવા જોઈએ.

મુખ્ય દરવાજા માટે કેટલીક ખાસ બાબતો: વાસ્તુશાસ્ત્રના જાણકારોના મતે ઘર કે ઓફિસના મુખ્ય દરવાજાને પીપળ અને આશોપાલવના પાનથી સજાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેની સાથે કોઈ પણ ખાસ પ્રસંગે દરવાજાને ફૂલોથી પણ સજાવી શકો છો.

ગેટની બહાર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. તેની સાથે જ દરવાજા પર માં લક્ષ્મીજીના પગના નિશાન લગાવો. તેમ કરવાથી ઘરના સભ્યો પર માં લક્ષ્મીજીના આશીર્વાદ વરસે છે અને ઘરમાં ક્યારેય પૈસાની અછત નથી આવતી. તેમ કરવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. મુખ્ય દ્વાર પાસે તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તેનો સંબંધ ભગવાન વિષ્ણુજી સાથે છે.

વાસ્તુ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવું પણ શુભ છે. તેને સૌભાગ્ય અને સમૃદ્ધિથી જોડીને જોવામાં આવે છે. ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતા મોટો રાખવાની સલાહ આપવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર, ઉત્તર- પૂર્વ કે પૂર્વ કે પશ્ચિમ દિશામાં રાખવાથી શુભ ફળ મળે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)