આ પાંચ છોડ વાવવાથી ઘરમાં આવે છે પોઝીટીવ એનર્જી, ધનની રહે છે બરકત

વૃક્ષો, છોડ અને હરિયાળી દરેક મનુષ્યને આકર્ષે છે. વૃક્ષો વાવવા એ મોટાભાગના લોકોનો એક શોખ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વૃક્ષો અને છોડ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત હોય છે. કેટલાક છોડ ઘરમાં સુખ તો લાવે છે સાથે જ ધનમાં સમૃદ્ધિ પણ લાવે છે. આવો વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણે જાણીએ કે ઘરમાં કયો છોડ લગાવવો શુભ છે.

હળદરનો છોડઃ વાસ્તુ શાસ્ત્રમાં હળદરના છોડને સુખ- સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી રૂપિયા- પૈસાની તંગી દૂર થઈ જાય છે. આ સિવાય આ છોડ મનોકામના પૂર્ણ કરવામાં પણ મદદગાર રહ છે. આ સિવાય તે ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર કરે છે.

મની પ્લાન્ટઃ વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી ધનની વૃદ્ધિ થવા લાગે છે. મની પ્લાન્ટ મેઈન ગેટ પાસે લગાવી શકાય. તો ઘરની અંદર તેને કાચની બોટલમાં લગાવવો જોઈએ.

શમીનો છોડઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર શમીનો છોડ ખૂબ જ શુભ અને સુખ- સમૃદ્ધિ આપે છે. આ છોડને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેની સાથે આ છોડને ઘરમાં લગાવવાથી શનિની દશામાં પણ રાહત મળે છે.

તુલસીનો છોડ: ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. આ સાથે તુલસીનો છોડ શનિ દોષને દૂર કરવામાં પણ મદદગાર થાય છે.

વાંસનો છોડ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાંસના છોડ લગાવવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે વાંસના છોડને લાલ રિબનથી બાંધીને લગાવવો જોઈએ. આ સિવાય તેને ઘરની ઉત્તર દિશામાં રાખવો શુભ હોય છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)