ઘરમાં આ છોડ લગાવતા જ સામેથી ચાલીને આવે છે સૌભાગ્ય, મળે છે છપ્પર ફાડ પૈસા

અઢળક પૈસા, લક્ઝરી લાઈફ, નવી જગ્યાઓ પર ફરવાની ઈચ્છા દરેકના મનમાં હોય છે. પરંતુ તમામ લોકોનું આ સપનું પૂરું નથી થતું. ઘણી વખત, સખત મહેનત અને તમામ પ્રયત્નો પછી પણ પૈસા ઘરમાં નથી ટકતા. વાસ્તુ શાસ્ત્રમાં તેવી જ કેટલીક અસરકારક ટિપ્સ જણાવવામાં આવી છે, જે તમારા જીવનમાં પૈસાની તંગી નથી થવા દેતી.

વાસ્તુ શાસ્ત્રમાં તેવા કેટલાક છોડ વિશે જણાવવામાં આવ્યું છે, જે ચુંબકની જેમ પૈસાને આકર્ષિત કરે છે. ઘરમાં આ છોડ રાખવાથી ભાગ્ય મળી શકે છે. આ છોડો ચુંબકની જેમ પૈસા આકર્ષે છે:

વાસ્તુ શાસ્ત્રમાં બે એવા છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે ચુંબકની જેમ પૈસાને આકર્ષે છે. આ છોડ છે ક્રાસુલા અને મની પ્લાન્ટ. ક્રેસુલા છોડના પાંદડા જાડા અને લીલા- પીળા રંગના હોય છે. આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ હોય છે. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

સાથે જ મની પ્લાન્ટ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે, પરંતુ તેમાં થયેલી કેટલીક ભૂલોને કારણે તેનો પૂરો લાભ નથી મળતો.

મની પ્લાન્ટ લગાવવામાં ના કરવી આ ભૂલ: મની પ્લાન્ટ ઘરની ઉત્તર- પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. બીજી તરફ વેપાર વધારવા માટે દુકાનની દક્ષિણ દિશામાં વાસણમાં માટી ભરીને મની પ્લાન્ટ લગાવો. મની પ્લાન્ટને કાચની બોટલમાં ક્યારેય ના મુકો.

જો મની પ્લાન્ટમાં દૂધ સાથે મિશ્રિત પાણી નાખવામાં આવે તો ખુબજ ઝડપથી આર્થિક સ્થિતિમાં સુધારો દેખાઈ આવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)