દંડાધિકારી શનિ ટૂંક સમયમાં પોતાની દિશા બદલીને વક્રી થવા જઈ રહ્યા છે. શનિની વક્રી ચાલ લોકોના જીવનમાં ઉથલપાથલ મચાવે છે. જુલાઈથી શનિ વક્રી થવાથી પાંચ રાશિના લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
વર્ષ ૨૦૨૫ માં પહેલા ન્યાયના દેવતા શનિનું ગોચર થયું અને હવે તે વક્રી થવા જઈ રહ્યા છે. ૧૩ જુલાઈથી શનિ વક્રી થઈ રહ્યા છે. શનિની વક્રી ચાલ ખાસ કરીને સાડાસાતી અથવા નાની પનોતીથી પસાર થતી રાશિઓ માટે મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે.
૧૩૮ દિવસ સુધી વેરશે વિનાશ: શનિ ૧૩ જુલાઈથી ૨૮ નવેમ્બર, ૨૦૨૫ સુધી એટલે કે ૧૩૮ દિવસ સુધી વક્રી ચાલ ચાલશે. આ સમય આસાન નહીં રહે કારણ કે વક્રી શનિ વધુ મુશ્કેલીનું કારણ બની શકે છે. જોકે કુંડળીમાં શનિની સ્થિતિના આધારે લાભ પણ થતો હોય છે. ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે શનિની વક્રી ગતિ અશુભ રહેશે.
મેષ: મેષ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તેવામાં વક્રી શનિ ભારે આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. ખર્ચ તમારા નિયંત્રણમાં નહીં રહે. તેથી બિનજરૂરી ખર્ચ ટાળો, નહીં તો તમારે લોન લેવી પડી શકે છે. તણાવ અને વિવાદો તમને પરેશાન કરશે. કોઈનું અપમાન કરવાની ભૂલ ન કરો.
મિથુન: શનિની વક્રી ચાલ મિથુન રાશિના લોકોને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. તમને કડકાઈનો અનુભવ થશે. કામમાં અવરોધોને કારણે તમે પરેશાન થશો. કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય રહેશે. ધીરજ રાખો અને કોઈપણ મોટા નિર્ણયો લેવાનું ટાળો.
કન્યા: કન્યા રાશિના લોકો માટે પણ આ સમય પડકારજનક સાબિત થઈ શકે છે. મન અશાંત અને ઉદાસ રહેશે. ઘર હોય કે ઓફિસ, તમે મૂંઝવણ અનુભવશો. વિવાદ ટાળવો વધુ સારું છે. વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવો.
વૃશ્ચિક: વક્રી શનિ વૃશ્ચિક રાશિના લોકો માટે સંઘર્ષપૂર્ણ સમય આપી શકે છે. તમારે વધુ મહેનત કરવી પડશે. થાક અને તણાવ વધી શકે છે. વાતચીત શાંતિપૂર્ણ રીતે કરવાના પ્રયત્ન કરો. કામ એકાગ્રતાથી કરો, નહીં તો ભૂલો થઈ શકે છે.
ધન: આ રાશિના લોકોએ આ સમય કાળજીપૂર્વક વિતાવવો જોઈએ. તમે શનિની નાની પનોતીના પ્રભાવ હેઠળ છો. ભાવનાત્મક અને માનસિક સ્તર અસ્થિર રહેશે. તેથી, ઉતાવળમાં કે ગુસ્સામાં કોઈ નિર્ણય ના લો. નુકસાન થઈ શકે છે. સંબંધો બગડી શકે છે. આ ત્રણ મહિના શાંતિથી વિતાવો.
(ડિસ્ક્લેમર – પ્રિય વાચકો, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)