હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જો કે કેટલીક જગ્યાએ શનિને પાપી ગ્રહ પણ કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ નુકસાનકારક હોય છે. આ સાથે જ કર્મના દેવતા શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ વ્યક્તિને કાર્યો અનુસાર ફળ આપે છે.
સાડાસાતી વખતે જો કામ થતા થતા બગડી જાય તો તેનો અર્થ એ છે કે શનિદેવનો પ્રકોપ છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કેટલાક ઉપાય કરીને શનિની અસરને ઘટાડી શકે છે. ભારતમાં શનિદેવના કેટલાક એવા મંદિરો છે, જેને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્યાં દર્શન કરવાથી શનિદેવના દુઃખ સહિત જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ શનિદેવના પાંચ ચમત્કારી મંદિરો વિશે.
શનિ ધામ, નવી દિલ્હીઃ શનિદેવને સમર્પિત આ મંદિર નવી દિલ્હીના છતરપુર રોડમાં આવેલું છે. આ મંદિરમાં વિશ્વની સૌથી ઊંચી શનિદેવની પ્રતિમા છે. અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. આ સાથે અહીં શનિદેવની પ્રાકૃતિક મૂર્તિની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.
શનિ મંદિર, ઈન્દોર: ઈન્દોરમાં શનિદેવનું એક પ્રાચીન અને અદ્ભુત મંદિર છે. તે જુની, ઇન્દોરમાં સ્થિત છે. આ મંદિર વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે અહલ્યાબાઈ આ સ્થાન પર શનિદેવની પૂજા કરવા આવ્યા હતા. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના નથી કરવામાં આવી.
શનિ શિંગણાપુર: શનિ શિંગણાપુર મંદિર મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું છે. આ શનિ મંદિર લગભગ ૩૦૦ વર્ષ જૂનું છે. આ મંદિરમાં કોઈપણ પ્રકારની છત કે દિવાલ નથી હોતી. અહીં પાંચ ફૂટ ઊંચો કાળો પથ્થર છે, જેની લોકો શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. કહેવાય છે કે શનિ શિંગણાપુર ગામના કોઈપણ ઘરમાં દરવાજો નથી. એવી માન્યતા છે કે શનિદેવ અહીંના લોકોની રક્ષા કરે છે. જો કે આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે.
શનિચરા મંદિર, મધ્યપ્રદેશ: આ મધ્યપ્રદેશનું સૌથી જૂનું શનિ મંદિર છે. જે મોરેના જિલ્લાના આંટી ગામમાં ટેકરીઓ પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ રામાયણ કાળનું સ્થાન છે. પુરાણોમાં ઉલ્લેખિત કથાઓ અનુસાર રાવણના કેદમાંથી મુક્ત થયા બાદ હનુમાનજીએ શનિદેવને અહીં છોડી દીધા હતા. એવું માનવામાં આવે છે કે અહીં શનિ પર્વતની પરિક્રમા કરવાથી શનિના શ્રાપમાંથી મુક્તિ મળે છે.
તિરુનાલ્લાર મંદિર, તમિલનાડુ: આ મંદિર તિરુનાલ્લાર, પુડુચેરીમાં આવેલું છે. શનિદેવને સમર્પિત આ મંદિર તમિલનાડુ પાસે છે. આ મંદિરને નવગ્રહ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાવેરી નદીના કિનારે આવેલું આ શનિ મંદિર સૌથી પવિત્ર માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા કર્યા પછી રાજા નળને શનિના પ્રકોપથી મુક્તિ મળી હતી. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)