શું તમે જાણો છો રાવણના મૃત્યુ પછી સુપર્ણખા સીતાને મળવા જંગલ ગયા હતા, પછી થયું એવું કે..

ભારતીય ઈતિહાસની સૌથી મહત્વની ઘટના રામ અને રાવણ સાથે જોડાયેલી છે, દરેક વ્યક્તિ તેના વિશે જાણતો જ હશે. રામાયણ રામ અને રાવણને મિલાવીને જ થયેલ છે. રામે સીતાના અપહરણનો બદલો લેવા માટે રાવણનો વધ કરી દીધો પરંતુ કોઈ એવું હતું કે જે સીતાને મળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. તે બીજું કોઈ નહીં પણ રાવણની બહેન સુપર્ણખા હતી

રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ પાછળ તેનો જ હાથ હતો. સુપર્ણખાનું વેર હજી પૂરું નહોતું થયું. જ્યારે સુપર્ણખાએ સાંભળ્યું કે રામે સીતાને બચાવી લીધી છે, ત્યારે તેણે પોતે જ બદલો લેવાનું નક્કી કર્યું. સુપર્ણાખાને યાદ આવ્યું કે કેવી રીતે રામ અને લક્ષ્મણે મળીને તેનું અપમાન કર્યું હતું અને તેની ગરિમા છીનવીને તેનું નાક કાપી નાખ્યું હતું. પોતાની બહેનના અપમાનનો બદલો લેવા માટે, રાવણે સીતાને બંદી બનાવીને રામ પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું હતું. રામે પોતાની પત્નીને બચાવવા રાવણનો વધ કર્યો.

લંકામાં યુદ્ધ જીત્યા પછી, રામ તેમના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા. અયોધ્યા આવ્યા બાદ અહીંના રહેવાસીઓએ સીતાની પવિત્રતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું અને રામને સીતાને છોડવા માટે મજબૂર કરી દીધા હતા. સીતાએ આજ્ઞાકારી પત્નીની જેમ ગર્ભમાં બાળક લઈને અયોધ્યા છોડી દીધી. સીતા સીધા જ ગાઢ જંગલ તરફ પ્રયાણ કરતા હતા, ત્યાં તેમને વાલ્મીકિ મળ્યા જે તેમને પોતાની સાથે પોતાની ઝૂંપડીમાં લઈ ગયા.

જ્યારે સુપર્ણખા સીતાને મળવા જંગલમાં પહોંચી: સીતા જંગલના કુદરતી વાતાવરણમાં શાંતિથી જીવી રહ્યા હતા, ત્યારે અચાનક એક દિવસ સુપર્ણખા તેને મળવા જંગલમાં ગઈ. હવે સંજોગો બદલાઈ ગયા હતા, તે સ્ત્રી જેને તેના પતિએ તરછોડી દીધી છે અને તે બીજા કોઈને ત્યાં રહે છે તે જોઈને સુપર્ણખાની ખુશીની કોઈ સીમા ના રહી.

સુપર્ણખા સીતાની મજાક ઉડાવે છે અને તેને યાદ કરાવે છે કે રામે સીતાને એક નકારી દીધી છે જેમ એકવાર તેને કર્યું હતું. સુપર્ણખાએ સીતાને એ પણ યાદ અપાવ્યું કે એક સમયે તેણીએ પણ તે પીડા સહન કરી છે જે આજે તમે સહન કરી રહ્યા છો અને હું આ જોઈને ખૂબ જ ખુશ છું.

સીતાએ સુપર્ણાખાની વાત શાંતિથી સાંભળી અને, તેણીની વાતનું ખરાબ ના માનતા, હસીને તેની તરફ જોતા તેને બોર આપ્યા અને કહ્યું કે, ‘આ બોર એટલા જ મીઠા છે જેટલા શબરીના બોર મીઠા હતા’. સુપર્ણખા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, તેણે વિચાર્યું કે તે સીતાને દુ:ખી કરીને સુખનો અનુભવ કરશે અને અહીં બરાબર ઊલટું થઈ રહ્યું છે.

સીતા સ્થિર સ્થિતિમાં બેસીને હસતા હતા. અહીં સીતાએ પોતાના ભાગ્યનો સ્વીકાર કરીને હસતા શીખી લીધું છે. સુપર્ણખાને દુખી જોઈને સીતાએ તેને કહ્યું, “આપણે કોઈની તરફથી એટલા જ પ્રેમની આશા રાખી શકીએ છીએ જેટલો આપણે તેમને કરીએ છીએ. ત્યારે અન્ય લોકોને પ્રેમ કરવાની તમારી અંદર શક્તિ શોધો. તમારી પોતાની ભૂખને ધ્યાનમાં લીધા વિના બીજાઓને ખવડાવવાનું શીખો.

સીતાની વાત સાંભળીને સુપર્ણખા વધુ પાગલ થઈ ગઈ અને કહ્યું કે મારે મારા અપમાનનો બદલો જોઈએ છે. સીતાએ તેને કહ્યું કે જે વીતી ગયું છે તેનું પુનરાવર્તન કરવાનો કોઈ ફાયદો નથી, દરેકને તેના કર્મોના હિસાબથી ફળ મળી ચૂક્યું છે. સીતાએ સુપર્ણખાને કહ્યું કે જે બન્યું તે ભૂલી જાઓ અને જીવનમાં આગળ વધો, જેમણે તેને દુખ આપ્યું છે, તેમનું મગજ ક્યારેય આગળ નહીં વધી શકે પરંતુ તમે તો તમારા મગજનો ઉપયોગ કરી શકો છો. સીતાએ તેને કહ્યું કે તે પોતાની જ જાળમાં ફસાઈ રહી છે, જો તે આમ જ ચાલતી રહેશે તો તે પણ રાવણ જેવી બની જશે. સીતાએ કહ્યું કે સંસ્કૃતિઓ આવે છે અને જાય છે, રામ આવે છે અને જાય છે પરંતુ પ્રકૃતિ હંમેશા રહે છે, તેનો આનંદ લો.