ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ, હંમેશા પૈસાથી ભરાયેલી રહેશે તિજોરી.. જાણો

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ખૂણા માટે, મુખ્ય દરવાજાથી લઈને ટેરેસ, બાલ્કની, રૂમ વગેરે માટે નિયમો આપવામાં આવ્યા છે. આ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાના ઉપાયો પણ સમજાવવામાં આવ્યા છે. જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે.

ઘરના લોકોની પ્રગતિ થાય. તેમનું સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને સંબંધો સારા રહે. જો તમે પણ ધનવાન અને સુખી બનવા માંગો છો તો વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ એક સરળ કાર્ય કરો.

ઘરના મુખ્ય દરવાજાનું વાસ્તુઃ વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીંથી ધન અને સકારાત્મક ઊર્જાની દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. ઘરના મુખ્ય દ્વારને લઈને જો વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.

માતા લક્ષ્મીનો પ્રવેશ થશેઃ હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે. તેથી જે ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની દરરોજ પૂજા કરવામાં આવે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે.

આ સિવાય જો ઘરમાં આર્થિક તંગી હોય કે ઘરમાં ઝઘડા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના સૂકા મૂળને બાંધી દો. આમ કરવાથી પૈસા તમારા ઘર તરફ ચુંબકની જેમ આકર્ષિત થશે. આ ઉપરાંત ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. તેમજ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે નહીં.

તેના માટે તુલસીના મૂળને ગંગાજળથી ધોઈ લો અને તેને લાલ રંગના કપડામાં થોડા ચોખા સાથે બાંધી દો અને પછી તેને નારાછડીની મદદથી મુખ્ય દરવાજાની બહાર લટકાવી દો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)