જીવનના મોટામાં મોટા વિઘ્ન દુર કરે છે લવિંગના આ ઉપાય, ધનનો થવા લાગે છે વરસાદ

સારા જીવન માટે વ્યક્તિ સખત મહેનત કરે છે પરંતુ ઘણી વાર ભાગ્યનો સાથ ના મળવાથી મહેનતનું ફળ નથી મળી શકતું. જો કે બંધ ભાગ્ય ખોલવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે. એવો જ એક ઉપાય લવિંગનો પણ છે. આજે અમે લવિંગના અસરકારક ઉપાયો વિશે વાત કરીશું.

તેને અજમાવવાથી દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે અને ઘરમાં સુખ- સમૃદ્ધિનો વાસ થાય છે. નકારાત્મકતા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના મંદીરની પૂજા પછી જ્યારે તમે આરતી કરી રહ્યા હોય ત્યારે દીવામાં બે લવિંગ ઉમેરીને પૂજા કરો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.

બીમારી: ઘરમાં ઘણા સભ્યો જો વારંવાર બીમાર થઇ રહ્યા છે તો તવા પર સાત લવિંગ શેકીને કોઈ ખૂણામાં મૂકી દો. આ ઉપાય દર બે કે ચાર દિવસના સમયગાળામાં કરતા રહો. તેમ કરવાથી થોડા દિવસોમાં બીમારીથી છુટકારો મળી જાય છે. તેના સાથે જ ઘરમાં ઝગડા- કલેશથી પણ છુટકારો મળે છે.

આર્થિક તંગી: આર્થિક સ્થિતિમાં સુધારા માટે સાત લવિંગ અને સાત મરી માથા પરથી ફેરવીને એવી જગ્યાએ ફેંકી દો જ્યાં કોઈ આવતું જતું ના હોય. આ લવિંગ- મરીને ચારે દિશામાં ફેંફો. ત્યાર પછી પાછળ ફરીને ના જોવું. તેનાથી ધન આગમન થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

બગડેલ કામ: તમારા થતા કામ અટકી રહ્યા છે તો તેના માટે લવિંગના ઉપાય કરી શકાય છે. તેના માટે એક પાનના પાંદડામાં લવિંગ, ઈલૈચી અને સોપારી બાંધીને ગણેશજીને અર્પણ કરો. તેમ કરવાથી દરેક સમસ્યા દૂર થશે અને તમારા બગડેલા કામ થવા લાગશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)