જીવનમાં સારો અને ખરાબ બંને સમય આવે છે. તે સારા અને ખરાબ સમયના આગમન પહેલા અલગ અલગ રીતે સંકેતો પણ આપે છે. ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર ઉપરાંત તેવા શુભ- અશુભ સંકેતોનું પણ શુકન શાસ્ત્રમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે તેવા જ કેટલાક શુભ સંકેતો વિશે જાણીએ જે આપણને જીવનની સામાન્ય ઘટનાઓ જેવી લાગે છે પરંતુ આ સંકેતો સોનેરી દિવસોની શરૂઆતનો ઈશારો કરે છે.
સારા દિવસો આવવાના શુભ સંકેત: ઘરમાં ચકલીનું આગમનઃ ઘરમાં ચકલીનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો વહેલી સવારે તમારા ઘરની બાલ્કની કે આંગણામાં ચકલીઓ આવવા લાગે અને કિલ્લોલ કરવા લાગે તો તે એક શુભ સંકેત હોય છે. આ ઘટના જણાવે છે કે તમારો સારો સમય શરૂ થવાનો છે. તમારા જીવનમાં સુખ, સફળતા અને સંપત્તિ આવવાની છે.
ઘરના દરવાજે ગાયનું આવવું: હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે અને ગાયના દૂધ, ગાયના છાણ વગેરેને પણ મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કોઈ ગાય વહેલી સવારે તમારા દરવાજે આવવા લાગે અથવા છાણ પછી કરીને જાય તો તે પણ જીવનમાં સમૃદ્ધિનો સંકેત હોય છે. તેવી સ્થિતિમાં ગાયને રોટલી ચોક્કસ ખવડાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જલ્દી જ ઘણી બધી સુખ- સમૃદ્ધિ આપે છે.
પૂજાનું નારિયેળ દેખાવું: સવારે વહેલા ઉઠીને પૂજાનું નારિયેળ જોવું અથવા મંદિરની ઘંટડી સાંભળવી એ પણ ખૂબ જ શુભ સંકેત છે. એ જ રીતે સવારે ઉઠીને શંખનો અવાજ સાંભળવો એ પણ સૂચવે છે કે તમને મોટી સફળતા મળશે. તે બતાવે છે કે માં લક્ષ્મી જલ્દી જ તમારા પર મહેરબાન થવાના છે.
પાણી ભરેલો કાળશ: સવારે ઘરની બહાર નીકળતા જ પાણીથી ભરેલું વાસણ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઘટના કાર્યમાં સફળતા, ધન પ્રાપ્તિ કે કોઈ શુભ પ્રસંગની નિશાની હોય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)