જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. માન્યતા છે કે વ્યક્તિના સારા અને ખરાબ કર્મ અનુસાર ફળ શનિદેવ પ્રદાન કરે છે. તેવામાં જે લોકો સારા કર્મ કરે છે, તેમના પર શનિદેવની કૃપા રહે છે. ત્યાં જે લોકો ખરાબ કર્મ કરે છે, તેમને શનિદેવ દંડ આપે છે. કહેવાય છે કે શનિદેવના નકારાત્મક પ્રભાવથી વ્યક્તિ કોઇપણ કામમાં સફળ થતો નથી.
તેને પગલે પગલે અસફળતા જ મળે છે. તેનાથી વિરુદ્ધ શનિદેવ કોઈપર તેમની શુભ અસર અથવા સકારાત્મક દ્રષ્ટી રાખે છે તો દરેક કામમાં સફળતા મળે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર શનિની મહાદશા ૧૯ વર્ષ સુધી ચાલે છે. આ દરમિયાન જો જાતક પર શનિની ક્રૂર દ્રષ્ટી પડે છે તો તેને ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે.
શનિની સાડાસાતી અને નાની પનોતી(અઢી વર્ષની): શનિદેવ વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. તેવામાં જે સારા કર્મ કરે છે તે જ શનિની કૃપા મેળવે છે. ત્યાં જે લોકો ખરાબ કર્મમાં તેમનું જીવન પસાર કરે છે, તેમને શનિની ક્રૂર દ્રષ્ટિનો સામનો કરવો પડી શકે છે. કુંડળીમાં શુભ યોગ હોવા છતાં પણ જો જાતક કર્મ યોગ્ય કરતો નથી તો તેને ખૂબ જ નુકશાન થાય છે. તે સિવાય જો કુંડળીમાં શનિ નીચ રાશિમાં હોય અથવા સૂર્ય સાથે હોય તો જીવનમાં અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને પ્રસન્ન કરવાના ખાસ ઉપાય જણાવ્યા છે. માનવામાં આવે છે કે આ ઉપાયો યોગ્ય રીતે અપનાવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેવામાં શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારની સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો ચૌમુખી દીવો પ્રગટાવો શ્રેષ્ઠ છે. દીવો પ્રગટાવ્યા પછી પીપળાના વૃક્ષની પરિક્રમા કરવામાં આવે છે. આ દરમિયાન ‘ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ આ મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો. તેટલું કર્યા પછી કોઈ જરૂરિયાતમંદને સિક્કાનું દાન કરો.
વ્યવસાયમાં નુકશાનથી બચવા શું કરવું: જો શનિ દોષના કારણે વ્યવસાયમાં આર્થિક નુકશાન થઇ રહ્યું છે તો તેવામાં શનિવારે સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષને જળ અર્પિત કરો. તેમજ તે સાંજે શામના વૃક્ષ નીચે એક મુખી દીવો લોખંડની કટોરીમાં પ્રગટાવો અને ત્યાં ઉભા રહીને શનિ ચાલીસાનો પાઠ કરો. ત્યાર પછી શનિદેવ સામે તમારી ભૂલો માટે ક્ષમા માંગો. માન્યતા છે કે તેવું કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.
શનિ મહામંત્ર: ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम. छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥ ऊँ त्रयम्बकंयजामहे सुगंधिम पुष्टिवर्धनम. उर्वारुकमिवबन्धनान मृत्योर्मुक्षीय मा मृतात. ऊँ ह्रिं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम. छाया मार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् , ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शंयोरभिश्रवन्तु नः , ऊँ भगभवाय विद्महे मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्