ઘરમાં કેમ છુપાવીને રાખવી જોઈએ સાવરણી? ખુબજ ખાસ છે તેની પાછળનું કારણ..

વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીનું વિશેષ મહત્વ રહેલું છે. જે લોકો સાવરણીને માન આપે છે તેમના ઘરમાં બરકત અને સમૃદ્ધિ આવે છે. તેથી જ વડીલો સાવરણીનું સન્માન કરતા જોવા મળતા હોય છે અને તેની જાળવણી પર વિશેષ ધ્યાન આપતા હોય છે. કહેવાય છે કે જે રીતે ઘરમાં પૈસા છુપાવીને રાખવામાં આવે છે, તેવી જ રીતે વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીને પણ છુપાવીને રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર સાથે સંબંધિત સાવરણી રાખવાના કયા નિયમો છે.

સૂર્યાસ્ત પછી સાવરણીથી કચરો ના વાળો: વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાંજે ઝાડૂ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, તેથી સાંજના સમયે ઝાડું ના કરવું જોઈએ. જો કોઈ કારણસર તમારે રાત્રે ઝાડુ મારવું પડે તો કચરો ઘરની બહાર ના ફેંકવો, પરંતુ તેને ઘરની અંદરના ડસ્ટબીનમાં રાખો અને સવારે બહાર કાઢી લો.

આ દિશામાં રાખવી જોઈએ સાવરણી: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની પશ્ચિમ કે દક્ષિણ- પશ્ચિમ દિશા સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય ઉત્તર પૂર્વ કે ઈશાન ખૂણામાં ના રાખવી.

ઘરમાં તૂટેલી સાવરણીનો ઉપયોગ ના કરોઃ ઘરમાં તૂટેલી સાવરણી રાખવી અશુભ હોય છે. એવું કહેવાય છે કે ઘરમાં તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તેથી, જો સાવરણી તૂટી જાય, તો તેને તરત જ બદલી નાખવી જોઈએ.

સાવરણીને ક્યારેય ના લગાડવો પગ: ઘરમાં રાખવામાં આવેલી સાવરણીને ક્યારેય હાથ ના લગાડવો જોઈએ. સાવરણીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ સાવરણીને પગ લગાવવો એ માતા લક્ષ્મીનું અપમાન કહેવાય છે.

સાવરણી સીધી ઉભી ના રાખવીઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણી ક્યારેય સીધી ના રાખવી જોઈએ. તેમ કરવું અશુભ ગણાય છે. સાવરણી સીધી ઉભી રાખવાથી ગરીબી આવે છે. તેમજ તેનાથી પરિવારના સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સમયે ઝાડુ ના લગાવોઃ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યો હોય તો ઘરની બહાર નીકળ્યા પછી તરત જ પરિવારના કોઈ પણ સભ્યએ ઝાડુ ન લગાવવું જોઈએ. જેના કારણે તેની મુસાફરીમાં મુશ્કેલી આવી શકે છે.

આ જગ્યાએ ન રાખશો સાવરણીઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. જેના કારણે ઘરના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ઘરમાં ગરીબી રહે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)