ઘરે ભૂલથી પણ ના લગાવો આ પાંચ છોડ, પરિવારમાં લઇ આવે છે ગરીબી અને કલેશ

ઘરની અંદર અને બહાર ઝાડ- છોડ લગાવવાને શરૂઆતથી જ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમ કરવાથી ઘર માત્ર લીલુંછમ જ નથી દેખાતું, પરંતુ તેમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ રહે છે. ઘરને સુંદર બનાવવા માટે ઘણા લોકો વિવિધ પ્રકારના છોડનું પ્લાનિંગ કરે છે. તો ઘણા લોકો આ કામમાં વાસ્તુ શાસ્ત્રની પણ મદદ લે છે. વાસ્તુ અનુસાર દરેક છોડમાંથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ નથી થતો, પરંતુ એવા ઘણા છોડ છે, જેને લગાવવાથી ઘરમાં દુઃખ અને ગરીબીનું આગમન શરૂ થાય છે. તેથી તે છોડ ભૂલથી પણ ના રોપવા જોઈએ. આજે અમે તમને જણાવીએ કે તે ચાર છોડ કયા છે.

બોરનું ઝાડ- બોરડી વાવવાનું ટાળોઃ ફેબ્રુઆરીમાં શિવરાત્રીના અવસર પર બોરનો પાક બજારમાં આવે છે. તે દરમિયાન દરેકને મીઠા બોર ખાવાનું પસંદ હોય છે. પરંતુ તમારે તમારા ઘરમાં અથવા તેની નજીક ક્યાંય પણ બોરનું ઝાડ ભૂલથી પણ ના વાવવું જોઈએ નહીં. તેનું કારણ એ છે કે બોરના ઝાડમાં કાંટા હોય છે અને એવું માનવામાં આવે છે કે કાંટાવાળું ઝાડ વાવવાથી જીવનમાં કાંટા એટલે કે અવરોધો પણ વધવા લાગે છે. વાસ્તુ અનુસાર બોરનું ઝાડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને દેવી લક્ષ્મી નાખુશ થઈને ઘરથી જતા રહે છે.

કેક્ટસનો છોડ નકારાત્મક ઉર્જા આપે છેઃ બોરની જેમ કેક્ટસનો છોડ પણ કાંટાથી ભરેલો હોય છે. જ્યારે પણ વ્યક્તિ આ છોડના કાંટા જુએ છે ત્યારે તેને તેના જીવનમાં કાંટા દેખાવા લાગે છે અને તે નિરાશાવાદી બની જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેક્ટસનો છોડ લગાવવાથી પરિવારમાં વિખવાદનું વાતાવરણ વધે છે. આ કારણે પરિવારમાં આર્થિક સંકટ ઘેરું બને છે અને પરસ્પર મતભેદો વધવા લાગે છે. એટલા માટે આપણે ઘરની અંદર કે બહાર કેક્ટસનો છોડ ભૂલથી પણ ના વાવવો જોઈએ.

લીંબુ અને આંબળાના વૃક્ષ ભૂલથી પણ ના રોપવા: લીંબુ અને આમળાને વિટામિન સીના સારા સ્ત્રોત માનવામાં આવે છે. ડૉક્ટરો આ બંને વસ્તુઓને તમારા આહારનો નિયમિત ભાગ બનાવવાની સલાહ આપે છે પરંતુ તેના માટે તમારે આ બે છોડ ઘરમાં કે બહાર ક્યારેય ના લગાવવા જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર લીંબુ અને આમળાનો સ્વાદ ખાટો હોય છે, જેની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે. જેના કારણે ઘરમાં રહેતા લોકોના જીવનમાં મીઠાશ આવવાને બદલે ખટાશ વધવા લાગે છે અને એકબીજામાં તણાવ ફેલાય છે. તેથી, તેમને વાવવાનું હંમેશા ટાળવું જોઈએ.

બાવળ ઘરની આર્થિક પ્રગતિને રોકે છેઃ આયુર્વેદ અનુસાર બાવળનું વૃક્ષ એક મહત્વપૂર્ણ વૃક્ષ માનવામાં આવે છે. તેમાં એવા ઘણા ફાયદાકારક તત્વો હોય છે, જે શરીરના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે, પરંતુ આ વૃક્ષને ઘરની અંદર કે બહાર ક્યારેય ના લગાવવું જોઈએ. તેના બદલે, તમે આ વૃક્ષને દૂર ક્યાંક વાવી શકો છો.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાવળના ઝાડમાં કાંટા હોય છે, જે અવરોધ એટલે કે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જો તમે આ વૃક્ષને તમારા ઘરની અંદર કે બહાર લગાવો છો, તો આ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પણ પ્રવેશવા લાગે છે, જેના કારણે તમારા જીવનનું વાહન પાટા પરથી ઉતરવામાં સમય નથી લાગતો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)