મની પ્લાન્ટ અને દુધનો કરો આ ચમત્કારિક ઉપાય, ધન- સંપત્તિ અને પૈસાથી ભરાઈ જશે ઘર

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને બુધ ગ્રહ અને કુબેરદેવથી સંબંધિત માનવામાં આવે છે. મની પ્લાન્ટના પ્રભાવથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જો તેને સાચી દિશામાં લગાવવામાં આવે તો. મની પ્લાન્ટને ઘરમાં સાચી દિશામાં લગાવવાથી પરિવારના સભ્યો પર સકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

તેનાથી વ્યાપાર અને નોકરીમાં લાભ થાય છે. સાથે જ ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટથી સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરની પ્રગતી થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટમાં દૂધ નાખવું અતિ શુભ ફળદાયક માનવામાં આવે છે. શાસ્ત્રોની માન્યતા છે કે માતા લક્ષ્મીજીને સફેદ વસ્તુ અતિપ્રિય છે. તેથી મની પ્લાન્ટમાં દૂધ અર્પિત કરવામાં આવે તો પ્લાન્ટનો ગ્રોથ સારો થાય છે. મની પ્લાન્ટના ગ્રોથથી ઘરના સદસ્યોની આવકમાં વધારો થાય છે. ઘરના દરે સદસ્ય પણ સ્વસ્થ રહે છે.

મની પ્લાન્ટમાં જયારે પાણી નાખવામાં આવે તો પાણીમાં દુધના કેટલાક ટીપા ભેળવી લેવા. માન્યતા છે કે જેમ જેમ દૂધ ઉપર જશે તેમ તેમ ઘરની ઉન્નતી પણ થશે. પરિવારના સદસ્યોની પ્રગતી થશે.

મની પ્લાન્ટને હંમેશા સાચી દિશામાં લગાવવો જોઈએ. મની પ્લાન્ટની સાચી દિશા દક્ષીણ- પૂર્વ કોણ છે. મની પ્લાન્ટને તે દિશામાં લગાવવો શુભ પરિણામદાયક હોય છે. તેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

કહેવાય છે કે મની પ્લાન્ટ અને દુધનો ચમત્કારિક ઉપાય લોકોને અમીર બનાવી શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)