ઘરમાં મની પ્લાન્ટ લગાવતી વખતે ના કરો આ ભૂલો, ફાયદાની જગ્યાએ થઇ જશે નુકસાન

હિન્દુ ધર્મમાં ઘણા છોડને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને આ છોડની પૂજા કરવામાં આવે છે. મની પ્લાન્ટ પણ તેમાંથી એક છોડ છે. હિન્દુ ધર્મમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ છોડ શુક્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવાના કેટલાક નિયમો છે.

જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તમારે નફાને બદલે નુકસાન સહન કરવું પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં મની પ્લાન્ટ લગાવવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. ચાલો જણાવી દઈએ.

કઈ દિશામાં લગાવવું: દક્ષિણ- પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં ભગવાન ગણેશનો વાસ છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ભગવાન ગણેશની કૃપા ઘરમાં રહે છે અને વ્યક્તિને સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. ભૂલથી પણ ઘરની બહાર મની પ્લાન્ટ ના લગાવવો જોઈએ.

મની પ્લાન્ટ કઈ દિશામાં ના લગાવવો જોઈએઃ જો મની પ્લાન્ટ ખોટી દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ છોડને ક્યારેય પણ ઉત્તર- પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. જો આ દિશામાં મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

મની પ્લાન્ટ બીજાને ના આપો: ભૂલથી પણ મની પ્લાન્ટ બીજાને ના આપવો જોઈએ. તેમ કરવાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ થવા લાગે છે. આમેય બીજાની જોડેથી લઈને ઘરમાં છોડ વાવવો શુભ નથી માનવામાં આવતો.

આ બાબતોનું રાખો ધ્યાનઃ જો તમે બોટલમાં મની પ્લાન્ટ વાવો છો તો તમે હંમેશા લીલા અને વાદળી રંગની બોટલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પ્રગતિ અને આર્થિક લાભ થાય છે. જો મની પ્લાન્ટ સુકાઈ જાય તો તેને તરત જ કાઢી નાખવો જોઈએ. ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.