હિંદુ ધર્મ વાસ્તુ શાસ્ત્ર વિના અધૂરો છે. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો તમે તમારા ઘરની દરેક વસ્તુને વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગોઠવો છો, તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો નિવાસ રહે છે. તેવી જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં સાવરણી સંબંધિત ઘણા નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે.
હિન્દુ ધર્મમાં સાવરણીને ધનના દેવી માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, જો તમે ઘરમાં સાવરણી રાખવાના વાસ્તુ નિયમોનું પાલન કરો છો, તો ઘર ધનથી ભરેલું રહે છે. ચાલો જાણીએ સાવરણી સંબંધિત કેટલાક વાસ્તુ નિયમો.
સાવરણી રાખવાના નિયમો: વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણી હંમેશા દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે.
ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય ઉભી ના રાખવી જોઈએ. તેની સાથે સાવરણી હંમેશા નીચે મુકેલી જ રાખો. સાથે જ રસોડામાં ક્યારેય સાવરણી ના રાખવી જોઈએ. વાસ્તુના આ નિયમોનું પાલન કરવાથી માં લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે છે જેના કારણે ધન- ધાન્યની ક્યારેય કમી નથી રહેતી.
આ વાતોનું રાખો ધ્યાનઃ વાસ્તુ અનુસાર તૂટેલી સાવરણી ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ, તેનાથી ઘરમાં ગરીબી આવે છે. આ સાથે ક્યારેય સાવરણી પર પગ ના લગાવો અને ક્યારેય ગંદી ના રાખો. ધ્યાન રાખો કે સંધ્યાના સમયે ક્યારેય ઝાડુ ના મારવું જોઈએ, કચરો ના વાળવો જોઈએ. તેવું કરવાથી ધનની દેવી ના લક્ષ્મી તમારાથી નારાજ થાય છે. તેથી હંમેશા સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના થોડા સમય પહેલા જ ઘર સાફ કરી લો અને કચરો બહાર કાઢી લો.
સાવરણી ક્યારે ખરીદવી: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારે નવી સાવરણી ખરીદવી હોય તો અમાવસ્યા, મંગળવાર, શનિવાર અને રવિવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ સોમવાર અને સુદ પક્ષમાં ઝાડુ ખરીદવાથી નુકસાન થાય છે. તેમ કરવાથી પરિવારના સભ્યોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)