મની પ્લાન્ટ એક એવો છોડ હોય છે જે સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. વ્યક્તિ તેને ઘરની અંદર અથવા બાલ્કનીમાં લગાવવો પસંદ કરે છે. કેટલાક લોકો તેને ઓફિસમાં પણ રાખે છે. મની પ્લાન્ટની સારી વાત એ છે કે તેને ખુબ વધારે દેખભાલ નથી કરવી પડતી અને તે સરળતાથી લાગી પણ જાય છે. માની પ્લાન્ટના ઘણા ફાયદા હોય છે. વાસ્તુ અનુસાર જે ઘરમાં મની પ્લાન્ટ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જા બની રહે છે.
વાસ્તુમાં માની પ્લાન્ટને લઈને ઘણા ઉપાયો વિષે જણાવવામાં આવ્યું છે. ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે કારણ કે મની પ્લાન્ટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. જે ઘરમાં મની પ્લાન્ટ સાચી દિશામાં રાખવામાં આવે ત્યાં શુક્રનો ખરાબ પ્રભાવ નથી પડતો અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
લાલ રંગનો દોરો બાંધવો હોય છે શુભ: વાસ્તુ અનુસાર મની પ્લાન્ટના છોડમાં લાલ રંગનો દોરો બાંધવો શુભ હોય છે. જો કોઈને ધનની સમસ્યાઓથી છુટકારો મેળવવો અને તરક્કી કરવી હોય તો શુક્રવારના દિવસે મની પ્લાન્ટના છોડમાં લાલ રંગનો દોરો બાંધી લો.
મની પ્લાન્ટમાં લાલ દોરો બાંધતી વખતે થોડા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. તમે શુક્રવારના દિવસે સવારે સ્નાન પછી માં લક્ષ્મીની પૂજા કરવી અને ધૂપ દીવા પ્રગટાવવા. જે દોરને તમે મની પ્લાન્ટમાં બાંધવાના છો તેને માં લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો પછી માં લક્ષ્મીની આરતી કરો અને લાલ દોર પર કંકુ લગાવવું.
હવે આ દોરાને મની પ્લાન્ટના મૂળની ચારે તરફ બાંધી દો. આ ઉપાયને કરવાથી થોડા દિવસો પછી તમને તેના લાભ જોવા મળતા શરુ થશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)