ઘરની દીવાલ પર આવી રીતે લગાવશો ઘડિયાળ તો બદલાઈ જશે તમારી કિસ્મત, બરાબરનું વરસશે ધન

કહેવાય છે કે સમય ખૂબ જ બળવાન હોય છે. જે ક્યારે ગરીબ હતો તે રાજા બની શકે છે અને રાજા પણ ગરીબ બની શકે છે. સમયની આગળ કોઈ રહી નથી શકતું. સમયની વાત કરીએ તો ઘડિયાળને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમય જાણવા માટે લોકો ઘરની દીવાલો પર ઘડિયાળ લગાવે છે.

જો કે લોકો દિવાલો પર ઘડિયાળ લગાવતી વખતે વાસ્તુનું ધ્યાન નથી રાખતા જેના કારણે ઘરમાં હંમેશા અશાંતિ રહે છે. તેવી સ્થિતિમાં જરૂરી છે કે વાસ્તુ અનુસાર ઘડિયાળ લગાવતી વખતે દિશાઓનું ધ્યાન રાખવું જોઈએ.

આ દિશાઓમાં લગાવો ઘડિયાળ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રૂમમાં દીવાલ ઘડિયાળ લગાવવા માટે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશાને ખુબ જ શુભ માનવામાં આવે છે. ધનના દેવતા કુબેરજીનો અને દેવરાજ ઇન્દ્રનો પૂર્વ દિશામાં વાસ માનવામાં આવે છે. આ બંને દિશાઓમાં ઘડિયાળ લગાવવાથી ઘરની પ્રગતી ટઃઆ છે અને લોકો આર્થિક રૂપથી પણ પ્રગતી કરે છે.

બંદ ના હોય ઘડિયાળ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા ગોળ આકારની ઘડિયાળ લગાવવી જોઈએ. ઘડિયાળ ક્યારેય પણ બંદ અથવા તૂટેલી ના હોવી જોઈએ. બંદ અથવા બેકાર પડી ઘડિયાળને જલ્દીમાં જલ્દી ઠીક કરાવી જોઈએ. બેડરૂમમાં ક્યારેય લોલક વાળી ઘડિયાળ ના લગાવો.

આ રંગની લગાવો ઘડિયાળ: ઘરમાં કાળી અને વાદળી ઘડિયાળ ના લગાવો. ઘડિયાળમાં ધૂળનો ભરાવો થવા ના દો અને તેને હંમેશા સ્વચ્છ રાખો. સાથે જ ધ્યાનમાં રાખો કે ઘડિયાળ હંમેશા સાચો સમય જણાવે છે. ઘરના દરેક રૂમ અને હોલમાં ઘડિયાળ ના લગાવવી જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)